નવી દિલ્હી: આત્મહત્યા કરતા પહેલા ડૉક્ટરે લખ્યું છે કે, સ્થાનિક ધારાસભ્ય દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવે છે. ત્યારબાદ દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય પ્રકાશ જારવાલ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે.
52 વર્ષીય ડૉ. રાજેન્દ્ર સિંહ દુર્ગા વિહારમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ડૉક્ટરે ઘરની છત પર આત્મહત્યા કરી છે. ડૉક્ટરે વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક ડૉક્ટર રાજેન્દ્ર સિંહના પુત્ર હેમંતના જણાવ્યા પ્રમાણે તેના પિતા ક્લિનિકની સાથે પાણી સપ્લાયનું પણ કામ કરતા હતા. હેમંતે જણાવ્યું કે, ધારાસભ્ય પ્રકાશ જારવાલ તેમને હેરાન કરતા હતા. દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય પ્રકાશ જારવાલ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે.
મૃતકના પરિવારજનોએ પોલીસને ઑડિયો ક્લિપ પણ આપી છે, જેમાં ધારાસભ્ય જારવાલનો અવાજ હોવાની શક્યતા છે.