ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના કેર: 24 કલાકમાં 1374 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 1146 દર્દી સ્વસ્થ થયાં

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 6.77 ટકા થયો છે, જ્યારે સક્રિય દર્દીઓનો દર 7.15 ટકા સુધી પહોંચી ગયો છે.

delhi
દિલ્હીમાં કોરોના : 24 કલાકમાં 1374 કેસ નોંધાયા, 1146 દર્દીઓ સ્વસ્થ
author img

By

Published : Aug 19, 2020, 7:49 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા એક લાખ 54 હજારને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1374 કેસ નોંધાયા છે. જ્યારે આજના વધારા સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા વધીને 1,54,741 થઈ ગઈ છે. જ્યારે કોરોના સંક્રમણનો દર પાછલા દિવસની તુલનામાં વધીને 6.77 ટકા થયો છે.

દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાને માત આપી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના કોરોનાથી 1146 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. આજના વધારા પછી દિલ્હીમાં કોરોનાને માત આપનારાની કુલ સંખ્યા વધીને 1,39,447 થઈ ગઈ છે. તેમજ કોરોના રિકવરી દર હવે 90.11 ટકા પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોના રિકવરી દર 90 ટકાથી વધુ છે. હેલ્થ બુલેટિનમાં જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો દિલ્હીમાં 24 કલાકમાં 12 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંકની કુલ સંખ્યા 4226 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાને કારણે મૃત્યુ દર 2.73 ટકા રહ્યો છે.

corona virus related updates in delhi
દિલ્હીમાં કોરોનાના 24 કલાકમાં 1374 કેસ

દિલ્હીમાં કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ સંખ્યા હવે 11,068 થઇ ગઇ છે. જેમાંથી 5351 દર્દી હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 20,266 ટેસ્ટ થયાં છે. જેમાં 5419 આરટીપીસીઆર ટેસ્ટ અને 14,847 રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પછી દિલ્હીમાં લેવામાં આવેલા સેમ્પલ ટેસ્ટની કુલ સંખ્યા 13,33,374 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.