નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3390 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73,780 થઇ ગઇ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કુલ 64 લોકોના મોત થયાં છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ 2429 લોકોના મોત થયાં છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 3328 દર્દી સ્વસ્થ થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 44,765 લોકો કોરોનાથી સ્વસ્થ થયાં છે. દિલ્હીમાં કોરોનાના 26,586 એક્ટિવ દર્દી છે. આ એક્ટિવ દર્દીઓમાંથી 15,159 દર્દીઓ તેમના ઘરોમાં હોમ આઇસોલેશનમાં છે.