નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. ત્યારે સુભાષ ચોપડાએ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમનું ખાતું ખોલી શકી નથી.
કોંગ્રેસ એ જ પાર્ટી છે જેમણે દિલ્હીમાં 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું.