- આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ઉપવાસ પર
- ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીનો ઉપવાસ કાર્યક્રમ
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે જોડાશે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી સતત ખેડૂતોના આંદોલનનું સમર્થન કરી રહી છે. ત્યારે પક્ષ દ્વારા ખેડૂતોના સમર્થનમાં એક દિવસના સામૂહિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી. પક્ષના મુખ્ય કાર્યાલયમાં આ ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ છે.
અનેક નેતાઓ છે ઉપસ્થિત
કાર્યક્રમમાં સ્ટેજ પર આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્ય કન્વીનર ગોપાલ રાય, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન ઉપસ્થિત છે. આ સાથે જ રાજ્યસભાના સાંસદ સુશીલ ગુપ્તા અને તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરો પણ અહીં સામૂહિક ઉપવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાંજે ચાર વાગ્યે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી હતી અપીલ
ગતરોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ખેડૂતોના સમર્થનમાં એક દિવસીય સામૂહિક ઉપવાસ કરશે. તેમણે દિલ્હી અને દેશના તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોના સમર્થનમાં ઉભા રહે.