નવી દિલ્હી : દિલ્લીમાં દેશનું પહેલુ પ્લાઝમાં બેન્ક હવે શરુ થવા જઇ રહ્યુ છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરી લોકોને અપીલ કરી છે કે તે કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે પ્લાઝમાં ડોનેટ માટે આગળ આવે અને લોકોની મદદ કરે.
કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓ ડોનેટ કરે પ્લાઝમાં.
ગુરુવારે પ્રેસ કોન્ફ્રેંસ કરી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ કે પ્લાઝમાં બેન્ક ત્યારેજ સફળ થશે જયારે લોકો આવીને પ્લાઝમાં ડોનેટ કરશે.જો પ્લાઝમાં ડોનેટ નહી કરોતો આગળ પ્લાઝમાં કેવી રીતે આપવામાં આવશે. જે લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. તે આગળ આવે અને પ્લાઝમાં ડોનેટ કરે.
કયા લોકો કરી શકે છે પ્લાઝમાં ડોનેટ.
જે લોકોને કોરોના થઇ ચુક્યો છે અને તે સાજા થઇ ગયા છે,અને સાજા થયે 14 દિવસ થઇ ચુક્યા હોય,અને તેમની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોય,તેમજ વજન ૫૦ કિલોથી ઓછી નહી હોય,ડાયાબિટીસની બિમારીના હોય,હાઇપરટેન્શનની બીમારીના હોય, કેન્સર સર્વાઇવલ કે કિડની અને લિવરની બીમારી ના હોય, આ બધાંજ લોકો પ્લાઝમાં આપી શકે છે.અને લોકોના જીવ બચાવી શકે છે.
પ્લાઝમાં ડોનેટ કરવાથી કમજોરી થતી નથી.
કેજરીવાલે કહ્યું કે ભગવાને તમને મૌકો આપ્યો છે તો તમારે લોકોનો જીવ બચાવવા માટે આગળ આવવુ જોઇએ.બ્લડ આપવામાં થોડી કમજોરી આવી શકે છે. પરંતુ પ્લાઝમાં આપવામાં કોઇ કમજોરી નથી આવતી.આ આખી પ્રકિયામાં 45 મિનિટ થી 1 કલાકનો સમય લાગે છે.
પ્લાઝમાં ડોનેટ કરવા માટે આ નંબર પર સંપર્ક કરવો
મુખ્યમંત્રીએ પ્લાઝમાં ડોનેટ કરવા માટે એક ફોન નંબર પણ જાહેર કર્યો છે. જે લોકો કોરોનાથી સાજા થયા છે.અને પ્લાઝમાં ડોનેટ કરવા માંગતા હોય તે 1031 પર કોલ કરી સીધા વાત કરી શકે છે. અને તેમની ઇચ્છા વ્યક્ત કરી શકે છે. અથવા તમે વોટ્સએપ દ્વારા 8800007722 પર પ્લાઝ્મા ડોનેટ માટે નોંધણી કરાવી શકો છો. તે પછી દિલ્હી સરકારનો ફોન આવશે. ડોક્ટર પણ તેમની સાથે વાત કરશે.જો દરેક રીતે ડોનેટ કરવા વાળા લોકો યોગ્ય હશે તો તેમનો આઈએલબીએસ હોસ્પિટલમાં જવું પડશે. જો કોઈ તેની કાર દ્વારા આવે છે.તો સરકાર તેની ચૂકવણી કરશે. પ્લાઝમાં દાન કર્યા પછી તેમને ગૌરવનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે કે તમે સમાજ માટે સારું કામ કર્યું છે.