રાજસ્થાન: ચૂરુના રાજગઢ SHO વિષ્ણુદત્ત વિશ્નોઈ આત્મહત્યા પ્રકરણ અંગે CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે CBI ટીમ ત્યાંના કોંગ્રેસ ધારાસભ્ય કૃષ્ણા પુનિયાની પૂછપરછ કરવા અને તેમનું નિવેદન લેવા માટે જયપુર પહોંચી હતી.
જો કે, ધારાસભ્ય કૃષ્ણા પુનિયા સરકારી વાડાબંધી હેઠળ હૉટેલ પેરમાઉંટમાં હતા. જેને પગલે CBI ટીમ તેમને મળી શકી નહીં. હવે આગામી 24 જુલાઇએ ફરી એકવાર CBI ટીમ જયપુર આવે તેવી શક્યતાઓ છે.
ચૂરુના રાજગઢ SHO વિષ્ણુદત્ત વિશ્નોઈએ રાજકીય દબાણમાં આવીને આત્મહત્યા કરી હોવાની અટકળો વહેતી થઇ હતી. જેના પગલે સમગ્ર કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ ઉઠી હતી. હાલ આ મામલે CBI દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.