દિલ્હી: પ્રદેશ બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન કહીને સંબોધ્યા હતા. રક્ષાબંધન પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુપ્તા ઇન્દ્રપુરી આવ્યા હતા.
દિલ્હી પ્રદેશ બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ રક્ષાબંધન પર આયોજિત એક કાર્યક્રમમાં PM મોદીને ભગવાન કહ્યા હતા. ઈન્દ્રપુરીમાં આયોજિત કાર્યક્રમમાં ગુપ્તાએ રામ મંદિરની ચર્ચા કરતા કહ્યું કે જે 500 વર્ષમાં ન થયું તે મોદીએ શક્ય બનાવ્યું અને અમારું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી તે વ્યક્તિના રૂપમાં ભગવાન છે તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે.
ઈન્દ્રપુરીના જૈન મંદિરમાં ધ્વજને રાખડી બાંધવાનો આ કાર્યક્રમ બીજેપી નેતા આરપી સિંહ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં બીજેપીના નેતાએ વડાપ્રધાન મોદીને ભગવાન કહીને સંબોધ્યા હતા.