નવી દિલ્હીઃ બજેટ પસાર થયા બાદ સોમવારે બંને સદનોને સ્થગિત કરાયા હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા સત્રનો બીજો ભાગ પર સ્થગિત કરાયો હતો.
સંસદીય કાર્યપ્રધાન પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું કે, લોકસભા માટે ઉત્પાદકતા લગભગ 90 ટકા અને રાજ્યસભા માટે 74 ટકા છે. આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "બજેટના બીજા ભાગમાં લોકસભાની ઉત્પાદકતા 94 ચકા અને રાજ્યસભાની 96 ટકા હતી."
નોંધનીય છે કે, બજેટ સત્રમાં 31 જાન્યુઆરી શરૂ થયું હતું. જેના પહેલો ભાગ 11 ફેબ્રુઆરીએ પૂરો થયો હતો. બીજો ભાગ 2 માર્ચે પૂરો થયો હતો. બજેટ સત્ર દરમિયાન લોકોસભા અને રાજ્યસભાની 23 બેઠક થઈ હતી. જે 31 માર્ચે રામનાથ કોવિંદના અભિભાષણ બાદ શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બજેટ 2020માં સરકાર જન સંશોધન રજૂ કરાયું હતું. જેમાં પ્રવાસી ભારતીયોની માલિકીવાળા કારોબારમાં ફક્ત આયાત વેરો લેવામાં આવશે. તેમજ પ્રવાસી ભારતીયો અને વિદેશી કંપનીઓને ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર 20 ટકાના દરે TDS લાદવાની મંજૂરી આપવામાં આવી છે.
બજેટ કેટલાંત મહત્વનો ફેરફાર કરાયો છે. પેટ્રોલ અને ડીઝલ પર વિશેષ એક્સાઇઝ ડ્યૂટી લગાવાઈ છે. આ સુધારા બાદ સરકારને પેટ્રોલ અને ડીઝલ પર વિશેષ એક્સાઈઝ ડ્યૂટી વધારીને 8 રૂપિયા પ્રતિ લિટર કરવાનો અધિકાર મળ્યો છે. હવે જ્યારે સરકાર આગામી સમયમાં જરૂર પડે ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી શકે છે.
નોંધનીય છે કે, નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે, 1 ફેબ્રુઆરી, 2020ના રોજ વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યુંહતું. જેમાં બજેટ ખાધ 30,42,230 કરોડ રૂપિયાના કુલ બજેટના 3.5 ટકા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બજેટમાં પ્રથમ વખત વ્યક્તિગત આવકવેરાના દરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ વ્યક્તિગત આવક પર પાંચ, 20 અને 30 ટકાના દરે વેરો વસૂલવામાં આવતો હતો. તે જ સમયે, નવી સિસ્ટમમાં, વ્યક્તિગત આવકને છ વર્ગોમાં વહેંચીને, 5, 10, 15, 20, 25 અને 30 ટકાના દરે આવકવેરો લાદવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે.
જો કે, આ નવી કર વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. કરદાતા ઈચ્છે તો જૂની કર વ્યસ્થા હેઠળ કર ભરી શકે છે. નવી કર વ્યવસ્થામાં આવકમાં છૂટ અને કપાતને સમાપ્ત કરવામાં આવી છે.