દિલ્હીવાસી તડકો અને સારી હવા બાદ અમુક સમય માટે ઓછા પ્રદુષણમાં શ્વાસ લઇ રહ્યા હતા, પરંતું ગુરૂવારના રોજ ભેજમાં વધારો થવા પર પ્રદુષણ એક વખત ફરી વધી ગયું હતું. સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારના કડક વલણ છતાં એર કવોલિટી ઇન્ડેક્સનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવી ગયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ધુમ્મસ વધવાને કારણે પ્રદૂષણનું સ્તર ફરી એક વખત વધી ગયું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર ધુમ્મસ અને ધીમી હવા પ્રદૂષણના કણોને ફેલાતા રોકે છે જેના કારણે પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. ગુરૂવારે બપોરે ચાર વાગ્યે દિલ્હીનો એક ક્વોલિટી ઇન્ડેક્સ 309 અને સાંજે સાત વાગ્યે 342 હતો. દિલ્હીની પાસે આવેલા નોઇડામાં પ્રદૂષણનું સ્તર 366, ગાઝિયાબાદમાં 365, ગ્રેટર નોઇડામાં 352, ફરિદાબાદમાં 342 હતું.