દિલ્હી-NCRમાં પ્રદુષણમાં પરાલી સળગાવવામાં ભાગીદારી 46 ટકા છે.
કોર્ટે કહ્યું કે, જોખમી પ્રદુષણના કારણે દિલ્હી-NCRનો દમ ધૂંટાય છે અને તેમા અમે કંઈ પણ નથી કરી શક્તા. સભ્ય દેશોમાં આવું ના થઇ શકે. પરાલી સળગાવવામાં ખેડૂતોના પ્રતિ કોઈ સહાનુભૂતિ નથી. કારણ કે બીજાનો જીવ જોખમમાં રાખી રહ્યાં છે.
હવામાન જણાવનારી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટ વેધરના મહેશ પલાવતના અનુસાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 6 અને 7 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે, પશ્વીમી વિક્ષોભથી હવાની ગતિ વધશે.
હવા ગુણવત્તા સૂચકાંક 0-50ની વચ્ચે સારો, 51-100ની વચ્ચે સંતોષજનક, 101-200ની વચ્ચે મધ્યમ, 201-200ની વચ્ચે ખરાબ, 301-400ની વચ્ચે અત્યંત ખરાબ, 401-500ની વચ્ચે ગંભીર અને 500ની પાર ગંભીર માનવામાં આવે છે