ETV Bharat / bharat

રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે, SCO ની બેઠકમાં લેશે ભાગ - સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

SCOના સભ્ય દેશોના તમામ આઠ સંરક્ષણ પ્રધાનો આતંકવાદ, ઉગ્રવાદ અને તેમની સાથે સંયુક્ત રીતે વ્યવહાર કરવાની રીત જેવા પ્રાદેશિક સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ રશિયા પહોંચ્યા છે.

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ
author img

By

Published : Sep 3, 2020, 8:07 AM IST

મોસ્કો: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. રાજનાથ સિંહ અહીં રશિયાના સંરક્ષણ પ્રધાન સેર્ગેઇ શોઇગુને મળશે અને SCOની અગત્યની બેઠકમાં ભાગ લેતી વખતે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.

અધિકારીઓએ કહ્યું કે SCOના સભ્ય દેશોના આઠ સંરક્ષણ પ્રધાનો આતંકવાદ, ઉગ્રવાદ અને તેમની સાથે સંયુક્ત રીતે વ્યવહાર કરવાની રીત જેવા પ્રાદેશિક સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે.

ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, 'સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસીય રશિયા પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા છે. મેજર જનરલ બુખતીવ યુરી નિકોલેયાવિચે તેમને એરપોર્ટ પર આવકાર્યા હતા.'

  • Raksha Mantri Shri @rajnathsingh reached Moscow on a three day visit to Russia. He was received by
    Major General Bukhteev Yury Nikolaevich at the Airport. pic.twitter.com/fuahxEkZRe

    — रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સંગઠનના બે મુખ્ય સભ્ય દેશો ભારત અને ચીન વચ્ચેની સરહદ પર વિવાદ ચાલી રહ્યું છે.

રક્ષાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે,'આજે સાંજે મોસ્કો પહોંચ્યો.રશિયા રક્ષાપ્રધાન જનરલ સર્ગેઇ શોઇગૂની સાથે દ્વિપક્ષીય બેઠકની રાહ જોઇ રહ્યો છું.'

  • Здравствуйте Russia!
    Reached Moscow this evening. Looking forward to my bilateral meeting with the Russian Counterpart General Sergey Shoygu tomorrow. https://t.co/FgayfbJIIR

    — Rajnath Singh (@rajnathsingh) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જૂન બાદ મોસ્કોની રાજનાથ સિંહની આ બીજી મુલાકાત છે. તેમણે 24 જૂને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની સામે સોવિયતની વિજયની 75 મી વર્ષગાંઠ પર વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.