નવી દિલ્હી: વાયુ સેના કમાંડર સમ્મેલન આજથી શરૂ થયું. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન વાયુસેનાનું પ્રદાન ખૂબ જ પ્રશંસનીય છે. આ પડકારજનક સંજોગોમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા રાષ્ટ્રને યાદ રહેશે.
તેમણે કહ્યું કે, લદ્દાખની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના દ્વારા ફોરવર્ડ બેઝ પર કરવામાં આવેલી ઝડપી તૈનાતે(ગોઠવણ) વિરોધીઓને એક મજબૂત સંદેશ આપ્યો છે.
આ ત્રણ દિવસીય પરિષદમાં, ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, બેવડા સંઘર્ષની પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતા ગંભીર પ્રશ્નો ઉપરાંત, ભારતીય વાયુસેનાના પડકારો, લડાકુ વિમાન સ્ક્વોડ્રનનો અભાવ, વિશેષ દળોની તૈનાત, માનવરહિત હવાઈ વાહનોની જરૂરિયાત અને સક્ષમ એરલિફ્ટની ક્ષમતા વધારવા અને થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચર તરફ આગળ વધવા જેવા પડકારો પર ચર્ચા કરશે.