ETV Bharat / bharat

બળવાખોર જન પ્રતિનિધિઓ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ મૂકવો જોઇએ: સિબ્બલ

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, પક્ષ પલટો કરતા નેતાઓના સરકારી હોદ્દા પર રહેવા અને આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે એન્ટી-ડિફેક્શન કાયદામાં સુધારો કરવાની પણ માગ કરી છે.

વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ
વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ
author img

By

Published : Jul 19, 2020, 7:13 PM IST

નવી દિલ્હી: સચિન પાયલોટના બળવા બાદ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રવિવારે તમામ જનપ્રતિનિધિઓ પર પક્ષ બદલવા પર કોઈ પણ સરકારી પદ પર પાંચ વર્ષ રહેવા અને આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે એન્ટિ-ડિફેક્શન કાયદામાં સુધારો કરવાની માગ પણ કરી હતી.

  • Need for Vaccine :

    Virus of “ corrupt means “ to topple elected governments has spread through a “ Wuhan like facility “ in Delhi

    It’s “ antibodies “ lie in amending the Tenth Schedule

    Ban all defectors from :

    Holding public office for 5years
    Fighting the next election

    — Kapil Sibal (@KapilSibal) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ટિપ્પણી અશોક ગેહલોત સરકારમાંથી પાઇલટને અલગ કર્યા બાદ આવી છે. પાઇલટને આ અઠવાડિયે રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ ધારાસભ્યોની ખરીદી કરીને ગેહલોત સરકારને પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિબ્બલે સ્પષ્ટપણે ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું કે, 'રસીની જરૂર છે: ચૂંટાયેલી સરકારોને પાડવા માટે ભ્રષ્ટ પદ્ધતિઓનો વાયરસ દિલ્હીમાં' વુહાન જેવા કેન્દ્ર 'દ્વારા ફેલાયો છે.

પાયલોટે ભાજપમાં જોડાવાના દાવાને નકારી દીધો છે. જેના પર સિબ્બલે પૂછ્યું કે તેએ ઘરે પાછા ફરવાના હતા તેનું શું થયું? અને શું રાજસ્થાનના બળવાખોર ધારાસભ્યો ભાજપની દેખરેખ હેઠળ હરિયાણામાં રજાઓ વિતાવી રહ્યા છે. રાજસ્થાનમાં 200 સદસ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 107 ધારાસભ્યો છે, જેમાંથી અધ્યક્ષે 19 નારાજ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ ફટકારી છે.

જોકે કોંગ્રેસે દાવો કર્યો છે કે ગેહલોત સરકારને બીટીપીના બે ધારાસભ્યો સહિત 109 ધારાસભ્યોનો ટેકો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.