મથુરા(ઉત્તર પ્રદેશ): ભગવાન શ્રીકૃષ્ણના જન્મમાં હવે થોડા કલાકોની જ વાર છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ લાઇટો સાથે શણગારવામાં આવી છે. કોરોના વાઇરસની મહામારીના કારણે આ વર્ષ ભક્તો મંદિરમાં પ્રવેશ મેળવી શકતા નથી. પોલીસે પણ તહેવારને લઇને તૈયારી પૂર્ણ કરી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભક્તો વગર જન્માષ્ટમીનો પર્વ અધુરો લાગી રહ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણના 5247 જન્મોત્સવને લઇને દરેત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જન્મભૂમિ વિસ્તારને લાઇટોથી શણગારવામાં આવ્યો છે. શહેરના દરેક ચાર રસ્તા પર પોલીસ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસ ખડેપગે કામ કરી રહી છે, થોડા જ કલાકોમાં ઘરે ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ થશે.
દર વર્ષે જન્માષ્ટમીના પર્વે લાખો ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે આ વર્ષ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. મથુરામાં રાત્રે 11 વાગ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. આજે રાત્રે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. દેશ સાથે દૂનિયામાં આજે રાત્રે 12 કલાકે સમગ્ર વિશ્વ કૃષ્ણમય બની જશે. લોકો ભગવાન શ્રીકૃષ્ણના રંગમાં રંગાઇ જશે.