ETV Bharat / bharat

આસપુરમાં લોકડાઉનને કારણે બેરોજગાર ટેક્સી ચાલકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું - Texi driver commits suicide

આસપુર (ડુંગરપુર) જિલ્લાના આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનને કારણે બેરોજગાર એક ટેક્સી ચાલકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકે આપઘાત પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટમાં દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતક વાહન ચલાવીને કારનો હપ્તો ભરતો હતો. તેના મોતની થતા પરિવારજનો હજુ પણ શોકમાં છે.

આસપુરમાં લોકડાઉનને કારણે બેરોજગાર ટેક્સી ચાલકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Jun 7, 2020, 10:32 PM IST

આસપુર (રાજસ્થાન): આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનને કારણે બેરોજગાર એક ટેક્સી ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતક વાહન ચલાવીને કારનો હપ્તો ભરતો હતો.

આ કેસ મુજબ, આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુરામાં રહેતા 26 વર્ષીય કાંતિલાલ નેનોમાએ 6 મહિના પહેલા નાણા પર જુનું બોલેરો વાહન ખરીદ્યું હતું. કાંતિલાલ આ કારને ટેક્સી તરીકે ચલાવીને નાણાંનો હપ્તો ભરતો હતો. અને તેનો પરિવારનું ભરણ પોષણ પણ કરતો હતો. કોરોનાના લોકડાઉનને કારણે કાંતિલાલ બેરોજગાર બની ગયો હતો.અને તેની આર્થિક સ્થિતિ કથળી હતી.

ગાડીનો હપ્તો પણ ભર્યો ન હોવાના કારણે તે ડિપ્રેશનમાં હતો. કાંતિલાલ 7 દિવસ પહેલા પત્ની અને બે બાળકો સાથે તેના સાસરિયા તલોરા ગયો હતો અને 2 દિવસ ત્યાં રહ્યા બાદ પત્ની બાળકોને મૂકીને પરત આસપુર આવ્યો હતો. આજે રવિવારે સવારે કાંતિલાલના મોટા ભાઈનો દીકરો ચા લઈને કાંતિલાલના ઘરે પહોંચ્યો હતો, ત્યારે તેણે જોયું હતું કે કાંતિલાલ ગળેફાંસો ખાઈ લીધો હતો. બાતમી મળતાં આસપુર પોલીસ મથક પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને હોસ્પિટલમાં લાવ્યા હતા.

મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં તેણે આત્મહત્યાનું કારણ, લોકડાઉન હોવાને કારણે આર્થિક સ્થિતી સારી ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપી દીધો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.