બેઝિંગ: ચીનમાં કોરોનો વાયરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ત્યાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 361 પર પહોંચી છે. કોરોના વાયરસનું એપી સેન્ટર ચીનનું વુહાન શહેર છે. આ અંગે સ્વાસ્થય અધિકારીના જણાવ્યા અનુસાર, 56 લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસના કારણે વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. વિશ્વના વિવિધ દેશો વુહાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લઇ જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ જ પ્રયાસ હેઠળ વુહાનમાં ફસાયેલા ભારતના 324 નાગરિકો દિલ્હી પહોંચ્યા છે. ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના 20 જેટલા દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
હુબેઈ સ્વાસ્થય ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ 2,103 કોરોનો વાયરસના કેસની પુષ્ટિ કરી છે, જેમાં કુલ કેસ 16 હજાર 600થી વધુ છે અને 9,618 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 478ની હાલત ગંભીર બતાવવામાં આવી છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં અત્યાર સુધીમાં 9 કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે. કેલિફોર્નિયામાં 4, એલિનોઈસમાં 2 અને મૈસાચુસેટન, વૉશિગ્ટન અને એરિજોનામાં 1-1 કેસ સામે આવ્યાં છે.
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના પ્રકોપથી રુસ રેલ્વેએ ચીનની સાથે પેસેન્જર ટ્રેનની સેવાઓ રદ્દ કરી છે. કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર, 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો. કોરોનાને ગંભીરતાથી લઈ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કોરોના વાઇરસના કારણે વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.