નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસના આંકડા 1 લાખ 51 હજારને પાર છે. આ સાથે જ 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણના 15,257 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમિતના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 792 કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે. તો દિલ્હીમાં કોરોનાથી મોતનો આંકડો 303 થયો છે.
જો કે, દિલ્હીમાં કોરોના સંક્રમણના 7690 કેસ એક્ટિવ કેસ છે. આ સાથે જ 7264 કોરોના દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.