હૈદરાબાદ: Covid-19ની મહામારીએ દૈનીક મજુરી પર કામ કરતા રોજમદારોને કેટલાક રાજ્યોમાંથી તેમના વતન જવા મજબુર કર્યા છે એવા સમયે કેન્દ્ર અને સબંધીત રાજ્ય સરકારોના તેમના તરફના વલણની મજુરો પર થતી માનસીક અસર હવે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
લોકડાઉનના એક દીવસ પછી હજારો કામદારો પોતાના વતન જવા માટે દિલ્હી-યુપી બોર્ડર પર આવેલા આનંદ વિહાર બસ-સ્ટેન્ડ પર ઉમટી પડ્યા. તેમણે બસ સુધી જવાનો પ્રયાસ કર્યો પરંતુ બસ સ્ટેશનથી થોડે દુરથી જ પોલીસ બેરીકેટ્સ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા.
24 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત થયા બાદ દરેક પ્રકારની વ્યવસાઇક અને આર્થીક પ્રવૃતી થંભી ગઈ જેના પરીણામે પરપ્રાંતીય મજુરો પાસે કામ ન રહ્યુ. તેમાંના મોટા ભાગના મજુરો દૈનીક વેતન મેળવીને પોતાનુ ગુજરાન ચલાવે છે. જો તેઓની રોજગારી બંધ થાય તો તેમના પરીવાર માટે ભોજનની વ્યવસ્થા કરવાનુ અને મકાનનુ ભાડુ ચુકવવાનુ તેમના માટે મુશ્કેલ બને.
આ કામદારો હવે પોતાના ખોરાક, આશરો, આરોગ્ય અને વાયરસના ચેપના ડરથી માનસીક તાણ અનુભવી રહ્યા છે.
દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરેલા જેવા દેશના જુદા જુદા ભાગોમાંથી મોટા પ્રમાણમાં પરપ્રાંતિયોની હીજરતના કારણે દેશભરમાં ગભરાહટનું વાતાવરણ ઉભુ થયું. હજારો લોકો રાહત કેમ્પમાંથી બહાર આવ્યા અને તેમણે તેમના વતન જવાની માંગ કરી.
કેટલાક અહેવાલો અનુસાર જે મજુરો તેમના વતન જવા માટે પગપાળા નીકળ્યા તેઓને તેમના પરીવારજનોની ચીંતા સતાવી રહી હતી.
આ મજૂરો પોતાના જીલ્લામાં પહોચતાની સાથે જ ઉત્તરપ્રદેશના સ્થાનિક હેલ્થ વર્કર દ્વારા તેમના પર ડીસઇન્ફેક્ટન્ટનો છંટકાવ કરવામાં આવ્યો, પરીણામે સ્થળાંતર કરીને ત્યાં પહોંચેલા મજુરોને અપમાનજનક પરીસ્થીતીમાં પણ મુકાવુ પડ્યુ.
મજુરોનો હીજરત કરવાનો નિર્ણય લોકડાઉનની ગાઇડલાઇનની પુરતી સમજના અભાવે અને ફેક ન્યુઝનુ જ પરીણામ હતો, તેમ છતા કેટલાક સ્થાનીક વહીવટકર્તાઓની નીતિરીતીના કારણે તેમનામાં ભય પેદા થયો છે અને હવે તેઓ કોઇપણ ભોગે તેમના વતન જવા માટે તલપાપડ થયા છે.
હીજરત કરી રહેલા આ મજુરોને કારણે કોરોના વાયરસનુ કોમ્યુનીટી ટ્રાન્સમીશન ન થાય તે માટે કેન્દ્ર સરકારે દેશભરના જીલ્લાઓ અને રાજ્યોની બોર્ડરને સીલ કરવાના આદેશ આપ્યા છે. તેમજ આ નીયમનો ભંગ કરનારને 14 દીવસ સુધી કોરોન્ટાઇનમાં રહેવા માટે ચેતવણી પણ આપી છે. પરંતુ આ મજુરોએ પગપાળા જ પોતાના વતન તરફ જવાનુ ચાલુ રાખ્યુ છે.
રાજ્ય સરકારોને પણ આ મજુરોને લોકડાઉન દરમીયાન યોગ્ય સમયે વેતનની વ્યવસ્થા થાય તેની કાળજી લેવાનું કહેવામાં આવ્યુ છે.
આ સમયગાળા દરમીયાન ઘરનુ ભાડુ તેમની પાસેથી ન માગવામાં આવે. તેમજ જે મકાન માલીકો આવા મજુરો કે વિદ્યાર્થીઓ પાસેથી ભાડાની માગણી કરે તેમના પર કાયદાકીય પગલા લેવામાં આવે તેવા આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
કેટલાક રાજ્યોએ મજુરો માટે કોમ્યુનીટી કીચન અને કોમ્યુનીટી શેલ્ટરની વ્યવસ્થા કરીને આ કામદારોને હીજરત કરવાથી અટકાવવાની પ્રતિબદ્ધતા દાખવી છે. તો બીજી તરફ દિલ્હીમાં CM પોતે મજુરોને હીજરત ન કરવા માટેનુ આવાહન કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યુ હતુ કે લોકડાઉનની પરીસ્થીતીમાં આ મજુરો સામાજીક, માનસીક અને ભાવનાત્મક આઘાતની સ્થીતીમાં ન મુકાય તે માટે તેમને સલામતીની અનુભુતી કરાવવી જરૂરી છે.
આ મજુરોને સહયોગ મળી રહે તે માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કેટલીક બાબતો પણ જાહેર કરવામાં આવી છે. જમકે દરેક પરપ્રાંતીય મજુર સાથે આદરભર્યો વ્યવહાર કરવો, તેમને માન, સમ્માન, સ્નેહ અને હુંફ જેવી લાગણીઓનો અહેસાસ કરાવવો, દરેક મજુર તેમજ તેના પરીવારની પ્રાથમીક જરૂરીયાતોનો ખ્યાલ રાખવો તેમજ તેમને એ વાત સમજવામાં મદદ કરવી કે આ એક કટોકટીભરી પરીસ્થીતી જરૂર છે પરંતુ આ સમય કાયમી નથી, બહુ જલ્દી પરીસ્થીતી સામાન્ય થશે. આ ઉપરાત એ વાત પર ભાર મુકવો કે તેઓ જ્યાં છે ત્યાં જ તેમનુ રહેવું શા માટે જરૂરી છે અને એક સાથે ઘણા લોકોનુ આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ કઈ રીતે તેમની સાથે અન્ય લોકોને પણ જોખમમાં મુકી શકે છે.
આ સમયે આ મજુરોને અનુભૂતી કરાવવી જોઈએ કે તેઓ સમાજનુ મહત્વનું અંગ છે તેમજ સમાજમાં તેમના યોગદાનને બીરદાવવુ જોઈએ.
કેટલાક લોકો હતાશા અને નીરાશામાં એવુ વર્તન પણ કરી બેસે કે જે આ કારીગરો અને મજુરોને અપમાનજનક લાગે, માટે તેમની સાથે માનવતાભર્યુ વર્તન કરવું, તેમના પ્રશ્નોને સમજવા અને ધીરજ રાખવી તેમાં જ આપણી સમજદારી છે.