દરભંગા: દરભંગાના સાંસદ ગોપાલજી ઠાકુરે તેમના નિવાસ સ્થાને અમિત શાહ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે મહાદેવનો રુદ્વાભિષેક કરી પ્રાર્થના કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે અને ગુરુગ્રામના મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તે ડોકટર્સની દેખરેખ હેઠળ છે.
ગોપાલજીએ કહ્યું કે, વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે મજબૂતી સાથે ઘણા ઐતિહાસિક નિર્ણય લઈને દેશનું કલ્યાણ કર્યું છે.
ભાજપ સાંસદ ગોપાલજી ઠાકુરે કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં અમિત શાહે કલમ 370 અને 35 A હટાવી અખંડ ભારતનું સપનું સાકાર કર્યું છે. આ સાથે નાગરિક સંશોધન અધિનિયમ (સીએએ) લાગુ કરી લાખો શરણાર્થિયોને નવું જીવનદાન આપ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષના રુપમાં તેમણે સંગઠનને સશક્ત બનાવ્યું છે. આ કારણે ભાજપે 2019માં જનતાના પ્રચંડ મત સાથે ઐતિહાસિક જીત મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે સાંજે ટ્વીટ કરી તેમના કોરોના સંક્રમણ વિશે જાણકારી આપી હતી. તેમની તબિયત સારી છે, પરંતુ ડોકટર્સના કહેવા પર ગુરુગ્રામના મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો ડોકટર્સની દેખરેખ હેઠળ છે અને તેમની સારવાર ચાલુ છે.