રાજસ્થાનઃ ધૌલપુર જિલ્લાના બસઈ ડાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિભુતીપુરા ગામમાં રહેતા ડાકુ જગન ગુર્જરના પરિવાર સાથે અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેકટર રાકેશકુમાર જયસ્વાલને નિવેદન પાઠવ્યું છે. ડાકુના પરિવારજનોએ અજમેર જેલ વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો છે કે, તે ડાકુને હેરાન કરે છે, જેના કારણે ડાકુ જગન છેલ્લા દસ દિવસથી જેલમાં ભૂખ હડતાલ કરી રહ્યાં છે.
ડાકુ જગન ગુર્જરના પુત્ર આસારમે કલેક્ટરને ફરિયાદમાં જણાવ્યું હતું કે, જિલ્લા જેલ પ્રશાસને થોડા દિવસો પહેલા તેના પિતા, ડાકુ જગન ગુર્જરને હાઇ સિક્યુરિટીની જેલમાં અજમેર મોકલવામાંં આવ્યા હતા. જ્યાં જેલ પ્રશાસન જગન ગુર્જરને લાંબા સમયથી ત્રાસ આપી રહ્યું છે.
જેલની અંદર તેમને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યા છે અને તેમને શારિરીક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. અજમેર જેલ વહીવટી તંત્ર દ્વારા ખાવા-પીવાની સુવિધા પણ આપવામાં આવતી નથી.
ડાકુના પુત્રએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી ડાકુ જગન ગુર્જર અજમેર જેલની અંદર ભૂખ હડતાલ પર બેઠો હતો. પરિવારે જણાવ્યું હતું કે, STD દ્વારા પરિવારના સભ્યોની વાત કરવામાં આવી હતી, જેમાં જગને પરિવારને પોતાની પરિસ્થિતા વિશે જાણ કરી હતી. ત્યારબાદ ડાકુ જગન ગુર્જરની પત્ની કોમેશ ગુર્જરએ જિલ્લા વહિવટને ફરિયાદ પત્ર આપ્યો હતો. પરંતુ વહીવટીતંત્રે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જેથી ડાકુ જગન ગુર્જરના પરિવાર સાથે પહોંચેલા અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર રાકેશકુમાર જયસ્વાલને નિવેદન પાઠવ્યું છે.
કલેક્ટરને અપાયેલી ફરિયાદમાં ડાકુના પરિવારે તેને સ્થાનિક જિલ્લા જેલ અથવા કારૌલી જેલમાં લાવવામાં માગ કરી છે. તેમજ અજમેર જેલમમાં ડાકુ સાથે કોઈ પણ જાતની હેરાનગતિ થશે અથવા તો કોઈ ઘટના થશે તો તેની જવાબદારી અજમેર જેલ પ્રશાસનની રહેશે.