શ્રાવણની શિવરાત્રીના 2 દિવસ અગાઉ સુધી મુખ્ય માર્ગો પર પદયાત્રા કરનારા કાવડિયાઓનો કબ્જો રહે છે. બાઈક અને ગાડીઓ સાથે ડાક કાવડને નિર્ધારિત સમય પર પહોંચાડવા માટે ભાગમ ભાગ રહેતી હોય છે. હાથોમાં ગંગા જળ લઈને કાવડો વગર રોકાયે એકબીજાને જળપાત્ર દેતા-દેતા પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતાં રહે છે.
યુવાનોમાં વધી રહ્યો છે ડાક કાંવડનો ક્રેઝ
- યુવા વર્ગ ડાક કાંવડ દ્વારા ઓછામાં ઓછા સમયમાં કાવડ લઈને ભોળેનાથનો જળાભિષેક કરીને ધર્મલાભ ઉઠાવે છે.
- આ માટે એક ગૃપમાં 25થી 30 યુવાનો દોડીને ગંગાજળના પાત્રને રોકાયા વગ પોતાના ગંતવ્ય સુધી પહોંચાડે છે.
- દોડતા-દોડતા સુપર ફાસ્ટ અને ડાક કાવડોને નિશ્ચિત સમયમાં નિર્ધારિત શિવાલય સુધી પહોંચવાનું હોય છે.
- હરિયાણાના યુવાન પોતાની ડાક કાવડ લઈને 16થી 25 કલાકમાં પહોંચે છે.
- ડાક કાંવડ પહોંચવામાં દિલ્હીના કાવડોને 25થી 30 કલાકનો સમય લાગે છે.
- 40 થી 60 કલાકનો સૌથી વધારે સમય રાજસ્થાનના ડાક કાંવડને લાગે છે.
- આ માટે ગાડીઓ પર લાગેલા બેનર ઉપર પણ સમય અને જગ્યા લખવામાં આવે છે.
- કઈ ટીમને કેટલા કલાકમાં અને કયા શિવાલયમાં પહોંચવાનું છે, તે બધું વિસ્તારપૂર્વક લખી કાવડો રોકાયા વગર પોતાના ગંતવ્ય તરફ આગળ વધે છે.