કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચક્રવાત વાવાઝોડું 'બુલબુલ'થી પ્રભાવિત પશ્ચિમ બંગાળને મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. શાહે ટ્વીટ કરી કહ્યું કે, સતત કેન્દ્ર અને રાજ્યની રાહત એજન્સી સંપર્કમાં છે.
ચક્રવાત બુલબુલ દેશના પૂર્વી તટ વિસ્તાર સાથે ટક્કરાયા બાદ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેનાથી કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક જિલ્લામાં 6 લોકોના મૃત્યું થયા છે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાત કરી છે. ટ્વીટમાં ભગવાન સાથે ચક્રવાતમાં ફસાયેલા લોકો માટે પ્રાર્થના કરી છે.
પશ્ચિમ બંગાળમાં NDRFની 10 ટીમ અને ઓડિશામાં 6 ટીમ પહેલા તૈનાત કરવામાં આવી છે. NDRFની 18 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન જાવેદ ખાને માહિતી આપી કે ,અંદાજે 2 લાખ 97 હજાર લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 6 ના મોત થયા છે. જેમાં ઉત્તર 24 પરગના જિલ્લામાં 5 અને દક્ષિણ 24 પરગનામાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે.