નવી દિલ્હીઃ ચેન્નઈ એરપોર્ટ કસ્ટમ વિભાગના પોસ્ટલ ઈન્ટેલિજેન્સ ઑફિસરની ટીમે નેધરલેન્ડથી ભારત આવેલા એક પાર્સલની તપાસ કરી છે. જેમાંથી 30 લાખનો માદક પદાર્થ નીકળ્યો છે. જેનું વજન 384 ગ્રામ હતું.
પાર્સલમાંથી નીકળી માદક ટેબલેટ્સ
કસ્ટમ પ્રવક્તાએ જણાવ્યું કે, જે વ્યક્તિ માટે આ પાર્સલ આવ્યું હતું, તેમણે અધિકારીઓને જણાવ્યું કે, આ પાર્સલમાં લગ્નના ડોક્યૂમેન્ટ છે. અધિકારીઓને વ્યક્તિની વાત પર આશંકા થઇ હતી, ત્યારબાદ પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવી તો, તેમાંથી લીલા કલરની ટેબલેટ્સ મળી આવી હતી. જેને નારકોટિક ટેસ્ટિંગ કિટ દ્વારા તપાસ કરવાથી ખ્યાલ આવ્યો કે, તે માદક પદાર્થ છે.
અધિકારીઓએ જ્યારે વ્યક્તિને આ માદક પદાર્થ અંગે પૂછ્યું તો, તેમણે પાર્સલ અંગે કાંઈ કહેવાનું ટાળ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ વ્યક્તિની ધરપકડ કરી લીધી અને માદક ટેબલેટ્સને NDPS એક્ટ 1985 હેઠળ જપ્ત કરી લીધી છે.