થોડા સમયથી તેમની તબિયત વધુ પ્રમાણમાં ખરાબ રહેતી હતી. જે કારણોસર તેઓ લંડન બહાર સારવાર કરાવવા અર્થે રવાના થયા હતા. ઇલાજ દરમિયાન તેમની તબિયત વધુ બગડવા લાગી છે. અકબરૂદ્દીનના મોટા ભાઇ અસદુદ્દીન ઔવેસીએ આ બાબતને ઔપચારીક રીતે જાહેર કરી છે.
અસદુદ્દીન ઔવેસીએ લોકોને તેમના ભાઇ માટે પ્રાર્થના કરવા કહ્યું છે. સાથે જ અકબરૂદ્દીન સ્વસ્થ પાછા ફરે તેવી કામના પણ કરી છે.
ઇદ મિલાપ સમયે એક કાર્યક્રમનું સંબોધન કરતા સમયે તેમણે આ વાતની જાણ કરી હતી. મહત્વનું છે કે, અકબરુદ્દીનને થોડા સમય પહેલા ચંદ્રાગુગટ્ટુમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ તેઓ સારવાર મેળવવા માટે લંડન ગયા હતા.