ETV Bharat / bharat

કાનપુર ફાયરિંગઃ વિકાસ દુબેની માતાએ કહ્યું- મારા પુત્રનું એન્કાઉન્ટર કરી નાખો - પોલીસ નાયબ અધિક્ષક

કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. હાલ પોલીસ વિકાસની શોધખોળ કરી રહી છે, ત્યારે કાનપુર ફાયરિંગના માસ્ટર વિકાસ દુબેની માતાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. વિકાસની માતાએ કહ્યું કે, મારા પુત્રનું એન્કાઉન્ટર કરી નાખો.

Sarla Devi
સરલા દેવી
author img

By

Published : Jul 4, 2020, 11:27 AM IST

લખનૌ: કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. હાલ પોલીસ વિકાસની શોધખોળ કરી રહી છે, ત્યારે કાનપુર ફાયરિંગના માસ્ટર વિકાસ દુબેની માતાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ઇટીવી ભારત સાથેની વાતચીતમાં વિકાસની માતાએ કહ્યું હતું કે, જો પોલીસ એન્કાઉન્ટરમાં મારો પુત્ર માર્યો જાય તો મને દુ:ખ નહીં થાય.

વિકાસની માતા સરલા દેવીએ જણાવ્યું હતું કે, વિકાસે આત્મસમર્પણ કરી લેવું જોઇએ. જો તે આવી રીતે ભાગતો રહેશે તો પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખશે. જો પોલીસ મારા દિકરાને પકડવામાં સફળ થાય તો સીધી હત્યા જ કરી નાખે. કારણ કે, વિકાસે જે કર્યું તે બહુ ખોટું છે.

વિકાસ દુબેની માતાએ પુત્ર માટે એન્કાઉન્ટરની માંગ કરી

એક ફરિયાદને આધારે પોલીસ જ્યારે કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની ધરપકડ કરવા માટે ગામમાં ગઇ હતી, ત્યારે ઉત્તર પ્રદેશના પોલીસ પર વિકાસના ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 8 પોલીસ કર્મચારીઓ અને પોલીસ નાયબ અધિક્ષક શહીદ થયાં હતાં.

આ અંગે કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે વિકાસ દુબે વિશેની જાણકારી આપનાર વ્યકિતને 50 હજાર રૂપિયા આપવાનું ઇનામ જાહેર કર્યું છે. મુખ્ય આરોપી વિકાસ વિરૂદ્ધ 60 કેસ દાખલ છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે, પરંતુ તે હજી પહોંચથી દૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.