ADR અને MEW એ રાજ્યમાં કુલ 287 ધારાસભ્યોમાંથી 275 ધારાસભ્યો સંબંધિત આપરાધિક, નાણાકીય અને અન્ય જાણકારીનું અધ્યયન કર્યું હતું.
જેમાંથી 110 ધારાસભ્યો પર ગંભીર પ્રકારના અપરાધિક ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત ત્રણ ધારાસભ્યો પર હત્યા સંબંધિત મામલા અને 14 ધારાસભ્યો પર હત્યાના પ્રયાસો કરવા સંબંધિત કેસ નોંધાયેલા છે.
રાજકીય પાર્ટીઓનું અધ્યયન જોઈએ તો ભાજપના 117માંથી 72 ધારાસભ્યો ગુનાહિત છે. જ્યારે શિવસેનાના 61માંથી 46 ધારાસભ્યો અને કોંગ્રેસના 40માંથી 14 પર ગુનાહિત કેસ થયેલા છે. આ ઉપરાંત 6 અપક્ષ ઉમેદવારમાંથી 4 પર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 275 વર્તમાન ધારાસભ્યોમાંથી 239 કરોડપતિ છે.
પાર્ટી પ્રમાણે જોઈએ તો ભાજપના 117માંથી 99 ધારાસભ્યો, શિવસેનાના 61માંથી 51 ધારાસભ્યો, એનસીપીના 39માંથી 37 ધારાસભ્યો કરોડપતિ છે.
સાથે જ કોંગ્રેસના 40 ધારાસભ્યોમાંથી 36 અને અપક્ષના 6માંથી 5 ધારાસભ્યો કરોડપતિ છે.
પાર્ટીની સંપતિ
પ્રત્યેક ધારાસભ્યોની સરેરાશ સંપતિની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપતિ 11.45 કરોડ રુપિયા, શિવસેનાના ધારાસભ્યોની સંપતિ 6.83 કરોડ રુપિયા, કોંગ્રેસના ધારાસભ્યોની સંપતિ 8.36 કરોડ રુપિયા, એનસીપી ધારાસભ્યોની સંપતિ 10.56 કરોડ રુપિયા તથા અપક્ષ ધારાસભ્યોની સરેરાશ સંપતિ 12.80 કરોડ રુપિયા છે.
વ્યક્તિગત રુપથી જોઈએ તો સૌથી વધુ સંપતિ વાળા ત્રણ ધારાસભ્યોમાંથી બે ભાજપના અને એક સમાજવાદી પાર્ટીના નેતા છે.
મુંબઈની માલાબાર હિલ વિધાનસભા ક્ષેત્રના મંગળ પ્રભાત લોઢાની (ભાજપ)ની કુલ સંપતિ 198 કરોડ રુપિયા છે. જ્યારે મુંબઈ સપાના અબૂ આઝમીની સંપતિ 156 કરોડ રુપિયા, જ્યારે પુણે ભાજપના જગદીશ તુકારામની સંપતિ 104 કરોડ રુપિયા દર્શાવી છે.