ETV Bharat / bharat

સીપીએમ નેતા વૃંદા કરાતની હેટ સ્પીચ મામલેની અરજી પર ટ્રાયલ કોર્ટ ચૂકાદો આપે: હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે રાઉઝ ઍવેન્યૂ કોર્ટના મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને આદેશ આપ્યો છે કે, તેઓ સિપીએમ નેતા વૃંદા કરાતની ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ હેટ સ્પીચને લઈને દાખલ થયેલી અરજી પર વિચાર કરે. આ મામલે 24 ઑગસ્ટ સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે.

કપિલ મિશ્રા વિરુદ્ધ વૃંદા કરાતની હેટ સ્પીચ મામલે ટ્રાયલ કોર્ટ ચુકાદો આપે: હાઈકોર્ટ

author img

By

Published : Aug 5, 2020, 9:20 PM IST

નવી દિલ્હીઃ સીપીએમ નેતા વૃંદા કરાતે દિલ્હીની રાઉઝ ઍવેન્યૂ કોર્ટમાં કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ હેટ સ્પીચ આપવાને મામલે FIR દાખલ કરવાની માગ કરતી અરજી કરી છે. હાઇકોર્ટમાં આ અંગે કાર્યવાહી બાકી હોવાથી રાઉઝ ઍવેન્યૂ કોર્ટમાં કેસ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી હાઈકોર્ટે રાઉઝ ઍવેન્યૂ કોર્ટના મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને આ અંગે ચૂકાદો સંભળાવવા આદેશ આપ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન પાછળ અનેક નેતાઓનો હાથ છે. ઉપરાંત આ હિંસામાં એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરી કોમી એકતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ મામલે દિલ્હી પોલીસે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા વિરુદ્ધ કેસ બનતો નથી તેમ કહી કોર્ટમાં પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. આ નિવેદનમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી હિંસામાં તેમની ભૂમિકાઓ અંગે કોઈ પુરાવા મળ્યા નથી અને જો આ અંગે કોઈ વિગતો મળે તો તેની તપાસ કરવામાં આવશે.

ગત 12 માર્ચના રોજ કોર્ટ દ્વારા સોનિયા ગાંધી, વારિસ પઠાણ, અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્માને હેટ સ્પીચ આપવાને મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે પહેલા હાઇકોર્ટમાં સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.