હૈદ્રાબાદ: વિશ્વના દેશો હાલ ઓછામાં ઓછુ 2021 સુધીમાં રસી તૈયાર થવાની કોઈ આશા વિના જ કોરોના વાઇરસની ભયાવહ અસર અને ડર હેઠળ જીવી રહ્યા છે. તેવામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી બાયોટેક કંપની કોવિડ-19ની અસરને ઓછી કરી શકે તેવા એન્ટીબોડી તૈયાર કરવા ડેરી ગાયને આનુંવાંશીકરૂપે બદલી રહી છે.
એક અહેવાલ મુજબ, આ કંપની ગાયના જનીનોમાં ફેરફાર કરી રહી છે જેથી કેટલાક રોગપ્રતિકારક કોષો એવા DNAને પોતાની સાથે રાખે છે, જે લોકોને એન્ટીબોડીઝ તૈયાર કરવા માટે મદદરૂપ થાય છે. દુનિયાની બધી પ્રજાતિમાં ગાય એક એવી પ્રજાતિ છે જે તેને અપાયેલા પેથજીન સામે મોટા જથ્થામાં હ્યુમન એન્ટીબોડી તૈયાર કરી શકે છે. આ પેથજીન પ્રોટીન કોઈપણ વાઇરસના હોઈ શકે છે, જેમાં નોવેલ કોરોના વાઇરસના ‘સ્પાઇક’ જેવી સપાટી ધરાવતા પ્રોટીનનો પણ સમાવેશ થાય છે.
હાલમાં યુએસમાં વૈજ્ઞાનિકો બોવાઇન-મેડ એન્ટીબોડીનું SARS-CoV-2 સામેની ક્ષમતાનુ વિશ્લેષણ કરી રહ્યા છે કારણ કે કંપની આ ઉનાળામાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. તેની પાછળનું વિજ્ઞાન એ છે કે, ગાયમાં લોહીનું પ્રમાણ અન્ય નાના પ્રાણીઓ કરતા વધુ માત્રામાં હોય છે જે પ્રોટીનના હ્યુમન વર્ઝનને તૈયાર કરવા માટે ચાવીરૂપ સાબીત થાય છે. આ સંશોધનની આગેવાની કરી રહેલી કંપની Sab બાયોથેરાપ્યુટીક્સના પ્રેસીડન્ટ, એડી સુલીવાનના કહેવા પ્રમાણે, માણસના લોહીમાં ગાયના લોહીમાં એક મીલિલીટર દીઠ બમણા એન્ટીબોડીઝ હોઈ શકે છે.
આ ટેક્નીકનો બીજો ફાયદો એ છે કે ગાય ‘પોલીક્લોનલ’ એન્ટીબોડીઝનું ઉત્પાદન કરી શકે છે. આ એક મોલોક્યુલલની એવી રેન્જ હોય છે કે જે વાઇરસના માત્ર એક ભાગને ઓળખવાને બદલે વાઇરસના અનેક ભાગોને ઓળખે છે. હાલની ક્લિનિકલ ટ્રાયલ એવા મોનોક્લોનલ એન્ટીબોડી પર કેન્દ્રીત છે જે વાઇરસ પ્રોટીનના માત્ર એક ભાગને ઓળખે છે. તેથી જ ગાયના પ્રોટીન વધુ શક્તિશાળી છે અને તે ભવિષ્યમાં વાઇરસના પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. જ્યારે કોવિડ-19 ફાટી નીકળ્યો હતો, એ પહેલા જ બાયોટેક કંપનીએ MERS સામે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યું હતું.
ગાયને સ્ટાર્ટર ઇમ્યુનાઇઝેશન આપવામાં આવ્યુ હતુ. આ એક એવી DNA રસી છે જે વાઇરસના જીનોમના એ ભાગ પર આધારીત છે જે તેમની રોગપ્રતિકારક ક્ષમતાને તૈયાર કરે છે. ત્યાર બાદ કોવિડ-19 પ્રોટીના એક ટુકડાનું ઇન્જેક્શન આવે છે. અહેવાલ પ્રમાણે, દર મહિને ગાય 100થી વધુ દર્દીની સારવાર થઈ શકે તેટલા એન્ટીબોડીઝ ઉત્પાદીત કરી શકે છે.