મોસ્કો: કોરોના વાઇરસ મહામારીથી બચવા માટે જે વેક્સીન બનાવવામાં આવી રહી છે. તેના નકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર રશિયામાં વિકસીત વેક્સીન સ્પુટનિક વી માં સંક્રમણ લાગવાના સંકેત મળ્યા છે. વેક્સીનનો ડેવલપર રશિયાની સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય સાથે કામ કરી રહ્યો છે.
રશિયાની સમાચાર એજન્સી TASS એ બુધવારે જણાવ્યું કે, વેક્સીન ડેવલપર ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટર ફોર એપિડેમિયોલાજી અને માઇક્રોબાયોલોજી ડેટા જાહેર કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યો છે. સમાચાર મુજબ આ ડેટામાં પરિણામોને સંક્ષેપ આપતા પહેલાં જાણ કરવામાં આવશે કે, કયા સ્વયંસેવકોને રસી આપવામાં આવી હતી.
આ પહેલાં ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટરના ઉપ અનુસંધાન નિર્દશક ડેનિસ લોગુનોવે જણાવ્યું કે, પરિક્ષણોના અંત સુધીમાં જાણ થઇ જશે કે, રસી ટ્રાયલમાં ભાગ લેનારાઓને રસી આપવામાં આવી હતી કે, પ્લેસિબો મળ્યો હતો.