હૈદરાબાદ: કોરોના વાયરસ અથવા COVID-19 એ દુનિયાભરમાં ચાલતા વ્યવસાયો અને તેના કામકાજની રીતને સૌથી વધુ અસર પહોંચાડી છે.
ભારતમાં દર કલાકે કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) કે જે સામાજીક અંતર બનાવી રાખવાની રીત છે તેની ચર્ચા કોરોના વાયરસની અસરથી બચવા માટેના ઉપાયો શોધી રહેલા લોકોમાં સૌથી વધુ થઈ રહી છે.
કોરોના વાયરસના કહેરને કારણે સર્જાયેલી પરીસ્થીતીને પહોંચી વળવા માટે રીલાયન્સ, ટાટા અને વીપ્રો જેવી કંપનીઓએ WFH પ્રોટોકોલનો સહારો લીધો છે.
ખાનગી કંપનીઓ જ નહી પરંતુ કેન્દ્ર સરકારે પણ ગૃપ બી અને ગૃપ સીના પચાસ ટકા કર્મચારીઓને કોરોના વાયરસના કહેરથી નીવારવાના પગલા રૂપે 19 માર્ચથી ઘરેથી કામ કરવા કહ્યું છે.
- WFH નવું નથી
COVID-19ને કારણે શરૂ થયેલા WFHના વર્ક કલ્ચરને વિષ્લેશકો આશાભરી નજરે જોઈ રહ્યા છે
ટેક મહિન્દ્રાના રાજેશ ઘુડ્ડુ કહે છે, “વીડિયો કોલીંગ, ટેલીપ્રેઝન્સ, ઝુમ, વેબેક્સ અને સોસીયલ હેંગઆઉટ જેવા વાતચીત અને સંપર્ક માટેના ડીજીટલ માધ્યમો હંમેશા હતા પરંતુ તેને અપનાવવામાં આવ્યા ન હતા. હવે બદલાવ જરૂરી બની ગયો. સારી વાત એ હતી કે માત્ર તેને અપનાવવાના જ હતા, તેની શોધ કરવાની ન હતી.” –રાજેશ ઘુડ્ડુ, ગ્લોબલ પ્રેક્ટીસ લીડર, બ્લોકચેઇન, ટેક મહિન્દ્રા
રાજેશનું કહેવું છે કે રીમોટ વર્કીંગને હજુ પણ મોટાપાયે ભારતમાં અપનાવવામાં નથી આવ્યુ. પોતાના નિરીક્ષણના આધારે તેઓનું કહેવુ છે કે જે સરકારી એજન્સી અને રેગ્યુલેટર્સ પાસે રીમોટ વર્કીંગ માટેની પહેલેથી જ જોગવાઈઓ છે તેઓ WFHનો ઉપયોગ કરી રહ્યા છે.
- ખર્ચમાં ઘટાડો
જે વ્યવસાયો એક વર્ષ જેટલા સમયગાળાથી મંદીમાંથી પસાર થઈ રહ્યા છે તેવા વ્યવસાયોની રીકવરી માટેની ગતીમાં COVID-19ને કારણે ઉભી થયેલી પરીસ્થીતી મદદરૂપ બની શકે છે.
ભાડુ, ઇલેક્ટ્રીસીટી, હાઉસકીપીંગ અને ટ્રાન્સપોર્ટેશન તેમજ બીજા કેટલાક ખર્ચમાં WFHને કારણે ઘટાડો આવી શકે છે અને સરેરાશ ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપની બજારમાં સ્પર્ધામાં ટકવા માટે સક્ષમ બનશે.
ખર્ચમાં ઘટાડા સાથે WFH કામ કરવા માટે અનુકુળ વાતાવરણ પણ પુરૂ પાડે છે.
દિલ્હી અને બેંગલોર જેવા શહેરોમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે જે હવા અને અવાજના પ્રદુષણની સાથે કર્મચારીના કામ કરવાની ક્ષમતાને અસર પહોંચાડવાની સાથે તેમના કામ કરવાના કલાકોને પણ ઘટાડે છે.
- કર્મચારીઓ શું માની રહ્યા છે?
જાણીતા જોબ પોર્ટલ, મોન્સટર ઇન્ડીયાના માનવા પ્રમાણે સર્વે કરવામાં આવેલા 60% જેટલા કર્મચારીઓ તેમની વર્તમાન વર્ક અને પર્સનલ લાઈફની સ્થીતિને મુશ્કેલ ગણાવી રહ્યા છે.
અહેવાલમાં આગળ જણાવ્યા પ્રમાણે 78% લોકો એવા છે જેઓ તેમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે એક ચોક્કસ અંતર બનાવી રાખવા માગે છે જ્યારે કેટલાક પોતાના કામ અને ઘર બંન્નેને એકસાથે સરળતાથી સંભાળી શકે છે.
- કાનૂની સંદર્ભ
ડૉ. શ્યામ સુંદર, ભૂતપુર્વ ડેપ્યુટી ચીફ લેબર કમીશનર કહે છે કે હાલના લેબર લોમાં ક્યાય પણ આ પ્રકારે કામ કરવાની જોગવાઈ નથી પરંતુ તેઓ એ પણ પુષ્ટી કરે છે કે કંપનીઓ તેમના કર્મચારીઓને જરૂરીયાત મુજબ ઘરેથી કામ કરવાની છુટ આપી શકે છે જેમાં કર્મચારીને તેમની ફરજ અને આર્થિક વળતર સહીતની શરતોને અસર ન થાય તે રીતે તેમને ‘ફરજ પર’ ગણી શકાય.
આ સાથે જ તેઓ માને છે કે વ્હાઇટ કોલર જોબ માટે WFH શક્ય છે તેમજ IT અને ITને લગતી અન્ય સેવાઓ માટે પણ WFH વધુ ઉપયોગી બને છે.
જો કે, WFHનું અન્ય એક પાસુ એ પણ છે કે કર્મચારીને એકલાપણુ લાગવાની સંભાવના અને એ કર્મચારીને હકાતાત્મક ઓફિસ વાતાવરણની ખોટ સાલે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.
ઘણી વાર કાર્યસ્થળ પરના આદાન-પ્રદાન અને વાતચીત ખુબ જ મહત્વના સાબીત થતા હોય છે અને સાથે જ કર્મચારીની કાર્યક્ષમતાને નીખારતા પણ હોય છે.
તો બીજી તરફ કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાં વર્ક ફ્રોમ હોમને તેની પોતાની મુશ્કેલીઓ અને મર્યાદાઓ છે.
જો કે, દરેક વસ્તુના સારા અને ખરાબ પાસા હોય છે પરંતુ COVID-19ના ભયના કારણે હવે વર્ક ફ્રોમ હોમ એક સામાન્ય વસ્તુ બની છે.
હવે જોવું એ રહ્યુ કે કોરોનાનો ભય શમે પછી આ પ્રકારની કામ કરવાની પદ્ધતિ કંપનીઓની એચઆર પોલીસીને નવી દીશામાં વિચારવા મજબૂર કરે છે કે કેમ..
ત્યાં સુધી.. ઘરેથી કામ કરતા રહો...!