ETV Bharat / bharat

જાણીતા વાઇરૉલૉજિસ્ટ ટી. જેકબ જૉન સાથે ભાવિ માર્ગ વિશે વાતચીત - Etv Bharat

દેશ કૉવિડ-૧૯ સામે લડી રહ્યો છે રોગની શક્તિ પર પ્રવર્તતી શંકામાં તાપમાનનો ભ્રમ, પરંપરાગત આહાર સલાહ અને રોગ ક્યારે શાંત થશે તેની અપેક્ષિત સમયરેખા પર જાણીતા વાઇરલૉજિસ્ટ ટી. જેકબ જૉન સાથે ભાવિ માર્ગ વિશે વાતચીત

Etv Bharat, Gujarati News, Covid 19, Virologist Dr. T Jacob John
Virologist Dr. T Jacob John in an exclusive conversation with ETV Bharat
author img

By

Published : May 21, 2020, 8:06 AM IST

અહીં પ્રસ્તુત છે વાઇરૉલૉજિસ્ટ સાથેની પ્રશ્નોત્તરી:

૧. દેશમાં ઘર-વાસમાં તબક્કાવાર મુક્તિ અપાઈ રહી છે. આ તબક્કે, શું આપણે કૉવિડ-૧૯નો પ્રસાર અટકાવી શકીએ છીએ? લોકોને તેમની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા દેવા છતાં ચેપ અટકાવવા માટે અસરકારક પગલાં શું હોઈ શકે?

જવાબ- આપણે તેને બે રીતે જોવું જોઈએ. એક, ઘર-વાસ હેઠળ પણ (૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન) રોગચાળો પ્રમાણમાં ખૂબ જ ઝડપથી વધ્યો. વીસ દિવસમાં વીસ ગણો વધારો થયો. આપણે જાણીએ છીએ કે ઘર-વાસ દરમિયાન અર્થતંત્ર ખરાબ થઈ રહ્યું હતું પરંતુ રોગચાળો અપેક્ષા મુજબ ધીમો નહોતો પડી રહ્યો.

એ સમયે રોગચાળાને ધીમો પાડવા આપણી રાષ્ટ્રીય રણનીતિને સુધારવાની જરૂર હતી. ત્યાં સુધીમાં આપણે જાણી ગયા હતા કે રોગચાળાને ધીમો કરવા માટે ઘર-વાસ કરતાં દરેક જણ માસ્ક પહેરે તે વધુ સારું છે. જો તેમ જાહેર કરાયું હોત અને શિક્ષણ તેમજ નિરીક્ષણ દ્વારા તેનો અમલ કરાવાયો હોત, દરેક નાયબ કલેક્ટરે તેનું પાલન સુનિશ્ચિત કરાવ્યું હોત, પોલીસે શેરીઓમાં તાપસ કરાવી હોત, વગેરે તો આપણે અર્થતંત્રને નુકસાન કર્યા વગર વધુ સારાં પરિણામો મેળવી શક્યાં હોત.

જ્યારે દરેક જણ માસ્ક પહેરે અને હાથ સાફ કરતા રહે તો આપણી પાસે લોકો વચ્ચે ૬-૮ ફૂટનું અંતર ઘટાડીને ૨-૩ ફૂટ કરી શક્યા હોત. ૧૫ એપ્રિલથી આર્થિક, સામાજિક, શૈક્ષણિક, પરિવહન વગેરે ધીમે-ધીમે ફરી શરૂ કરી શકાયું હોત. એક સાવચેતી જરૂરી હતી- તમામ ઘરડા અને જે લોકોને જીર્ણ- સંચાર ન થઈ શકે તેવો રોગ હોય તેવા લોકોને દુનિયાથી અલગ રાખવા જોઈતા હતા (રિવર્સ ક્વૉરન્ટાઇન) જેથી તેઓ ચેપ મુક્ત રહી શકે.

બીજી વાર ઘર-વાસ વિસ્તારાયો તેની સાથે હું તદ્દન અસંમત છું અને ત્રીજી વાર થયું તેનાથી હું ખૂબ જ નિરાશ થયો હતો.

૨. જ્યારે લોકોને શહેરની બસો અને પરાની ટ્રેનોમાં પ્રવાસ કરવા મુક્તિ અપાશે ત્યારે એકબીજાથી અંતર જાળવવાના અનેક નિયંત્રણોની યોજના કરાઈ હતી. જ્યારે જાહેર પરિવહનને છૂટ આપવામાં આવશે ત્યારે ચેન્નાઈમાં શહેરની બસો અને પરાની ટ્રેનોમાં લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરશે ત્યારે એકબીજાથી અંતર જાળવવાના નિયમો પાળવાનું શક્ય હશે ખરું?

જવાબ- 'એકબીજાથી અંતર જાળવવું' તેનો સાદો અને અસરકારક વિકલ્પ, જો ખરીદવાનું શક્ય ન હોય તો, ઘરે બનાવેલાં સાદાં કપડાનાં માસ્કના વૈશ્વિક ઉપયોગ દ્વારા એકબીજાથી અંતર ૬-૮ ફૂટનું ઘટાડી ૨-૩ ફૂટ કરી દેવાનો છે. માસ્ક પહેરીને નાનાં બાળકોથી માંડીને તમામ પુખ્તો, મુખ્ય પ્રધાનથી લઈને સામાન્ય માણસ, નાયબ કલેક્ટરથી લઈને પટ્ટાવાળા, અધિકારીઓથી લઈને હવાલદાર- દરેક માટે તમામ હંમેશ મુજબની પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકાશે. જ્યાં સુધી રોગચાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી સાવધાની રાખવાની જરૂર એ છે કે - લિફ્ટમાં ભીડ ન કરવી, એકબીજાને અડી શકાય તેટલા નિકટ ન રહેવું, સમારંભો કે બજારોમાં, દુકાનોમાં ભીડ ન કરવી. મજબૂત સરકારોને સાદા ઉકેલો ગમતા નથી. મને ખબર નથી પડતી કે જ્યારે વાઇરસ પોતે આપણને સજા આપી રહ્યો છે ત્યારે આપણે આપણી જાતને આટલી સજા શા માટે આપી રહ્યા છીએ.

૩. તાપમાન અને કૉવિડ-૧૯ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ છે? તમિલનાડુમાં અત્યારે ઉનાળાની ઋતુમાં પણ કેસોમાં ખૂબ વધારો છે. શું ઉષ્ણ કટિબંધનું વાતાવરણ વાઇરસના પ્રસારમાં અવરોધ તરીકે કામ કરશે? શું ઊંચા તાપમાનમાં વાઇરસનું બહુગુણન અસર પામશે?

જવાબ- બહાર જે કંઈ તાપમાન હોય તે, આપણા શરીરનું તાપમાન હંમેશાં ૩૭ ડિગ્રી રહે છે. વાઇરસ વિકસશે, ટીપાં દ્વારા બહાર નીકળશે અને શ્વાસ દ્વારા બીજાને ચેપ લગાડશે. 'ચેપ લગાડી શકે તેવી સામગ્રી દ્વારા પ્રસરણ"- એટલે કે સપાટી અને ચીજો દ્વારા ચેપ લગાડી શકે તે જો તાપમાન ગરમ હશે તો ઘટશે. આપણે એવી આશા ન રાખી શકીએ કે ખૂબ જ ગરમ તાપમાન રોગચાળાને અટકાવી શકશે. તે થોડો ઘટશે પરંતુ વરસાદ શરૂ થાય અને વાતાવરણ થોડું ઠંડું થાય તે પછી ફરીથી ઝડપ વધશે.

૪. એવી આગાહી છે કે નૈઋત્યનું ચોમાસું શરૂ થયા પછી કૉવિડ-૧૯નો પ્રસાર ઝડપથી વધશે? શું એનો અર્થ એ પણ છે કે વાઇરસ દેશના એવા ભાગોમાં નહીં ફેલાય જ્યાં નૈઋત્યના ચોમાસા દરમિયાન વરસાદ નહીં આવે.

જવાબ- રોગચાળો શરૂ થયા પછી હવે જે ચોમાસું આવશે તે પહેલું ચોમાસું હશે. ચાલો, આપણે રાહ જોઈએ અને જોઈએ કે શું થાય છે.

૫. ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં કૉવિડ-૧૯નો મૃત્યુ દર ઘણો નીચો છે. શઉં ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ યુરોપીય અને અમેરિકી લોકો કરતાં વધુ છે?

જવાબ- મૃત્યુ દરનો આધાર ઘરડા લોકોના પ્રમાણ પર છે અને જે લોકોને જીવલેણ રોગો છે તેમને તબીબી હસ્તક્ષેપ દ્વારા જીવતા રાખી શકાય છે તેવા લોકોના પ્રમાણ પર છે- આ બંનેની સંખ્યા અમેરિકા કરતાં ભારતમાં ઓછી છે. સ્વાભાવિક છે કે ત્યાં લોકો વધુ પ્રમાણમાં મૃત્યુ પામશે અને અહીં ઓછા. ત્રણ સપ્તાહનું વચન અપાયું હતું તેના કરતાં ઘર-વાસ વધુ લંબાવાયો નથી તે સહિતના ધરખમ પગલાં આપણે કેમ નથી લીધાં તેનું આ પણ કારણ છે. વડા પ્રધાનના કાર્યલાયે ભારતીયોને ખાતરી આપી કે ૧૫ એપ્રિલ પછી ઘર-વાસનું વિસ્તરણ નહીં થાય. સરકારની વિશ્વસનીયતા તૂટી ગઈ અને આર્થિક કઠણાઈ ચાલુ રહી, અને આ બધું જે દેશોમાં દાદાદાદીઓ અને જે લોકો ઘરડાઘરમાં છે તેમની સામે વધુ જોખમ છે તેવા દેશોના પ્રમાણમાં ઓછી તીવ્ર સમસ્યાના કારણે થયું.

૬. શું લસણ, આદુ, મરી અને આવી ચીજોનો બનેલો ભારતીય આહાર કૉવિડ-૧૯ની સામે લડવામાં મદદરૂપ છે? આહાર અને કૉવિડ-૧૯ સામે પ્રતિકાર વચ્ચે કોઈ સંબંધ છે?

જવાબ-આનો સચોટ કોઈ પુરાવો નથી. સારા આહાર અને વ્યાયામ સાથે સારું આરોગ્ય રાખવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે. કૃત્રિમ પદ્ધતિઓ ઉપયોગી નથી. રોગપ્રતિકારક શક્તિને તંદુરસ્ત રાખવા સ્થૂળતાને ટાળવી/નિયંત્રિત કરવી જોઈએ. આ જ રીતે ડાયાબિટિસ અને જીર્ણ રોગોને પણ નિયંત્રણ હેઠળ રાખવા જોઈએ. આ રીતે રોગપ્રતિકારક શક્તિને તંદુરસ્ત રાખી શકાય છે.

૭. કૉવિડ-૧૯ ચેપ ક્યારે અને કઈ રીતે સમાપ્ત થશે? શું આપણને થોડા મહિનાઓમાં રસી મળી જશે? શું લોકો વાઇરસની સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લેશે? આ રોગને નાથવા દવા ક્યારે શોધાશે?

જવાબ- જ્યાં સુધી રોગને અટકાવવા રસી ન શોધાય ત્યાં સુધી આપણે તેને સમાપ્ત થયેલો માની ન શકીએ. ચેપ મોટા ભાગે ફ્લુ જેવું વર્તશે- ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયે થતા રોગચાળા જેવો અને ઋતુગત. રોગપ્રતિકારક શક્તિ માત્ર ચેપ પછી જ વિકસશે. સદ્ભાગ્યે ૮૦ ટકા ચેપ લક્ષણ વગર છે- ચેપ લાગેલી વ્યક્તિને પણ ખબર નથી પડતી કે તેને ચેપ લાગ્યો છે. આથી જ જ્યાં સુધી રોગચાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી આપણે બધાએ માસ્ક પહેરવાં જોઈએ. જુલાઈ-ઑગસ્ટમાં આ રોગચાળો ટોચ પકડશે- ૨૦૨૦ના અંત સુધીમાં કે ૨૦૨૧ની શરૂઆતમાં આ રોગચાળો (એપિડેમિક) ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયે થતા (એન્ડેમિક) રોગમાં પરિવર્તિત થશે. દવાઓ ટૂંક સમયમાં પ્રાપ્ત થાય તેવી સંભાવના છે. એચઆઈવી વિરોધી ઔષધ રેમ્ડેસિવિર અત્યાર સુધીમાં સંભવત: શ્રેષ્ઠ છે.

આપણે આશા રાખીએ છીએ કે ૨૦૨૧ની શરૂઆતમાં એક કે તેથી વધુ રસી પ્રાપ્ય બનશે.

લેખક વિશે

ટી. જેકબ જૉન ઇન્ડિયન એકેડેમી ઑફ પિડિયાટ્રિક્સના પૂર્વ પ્રમુખ અને ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરમાંથી નિવૃત્ત છે. તેઓ અત્યારે વેલ્લોર ટીબી કંટ્રોલ સોસાયટીની રોટરી ક્લબના અધ્યક્ષ છે.

તેમણે ભારતની પ્રથમ નિદાનકારી વાઇરસ સંબંધિત પ્રયોગશાળા સ્થાપી હતી અને ચેપી રોગો, ક્લિનિકલ વાઇરૉલૉજી, વેસિનૉલૉજી અને એપિડેમિયૉલૉજીમાં પ્રારંભિક સંશોધન કર્યું હતું. તેમણે ૧૯૭૨માં હિપેટાઇટિસ બી પછી લોહી ચડાવવામાં ઊંચું જોખમ હોવાનું નિદાન કર્યું હતું અને મેળવનારની સુરક્ષા માટે દાતાની ચકાસણી (સ્ક્રીનિંગ) સ્થાપિત કરી હતી. તેમણે પૉલિયો કેસોમાં રસીની પ્રથમ નિષ્ફળતાનું જીવંત રસીની ત્રણ માત્રા છતાં દસ્તાવેજીકરણ કર્યું હતું અને રસીની ક્ષમતા સુધારવા અનેક રસ્તાઓ બતાવ્યા હતા, જેમાં 'પલ્સ વેસિનેશન'નો સમાવેશ થાય છે. વેલ્લોર અને ઉત્તર આર્કોટ જિલ્લામાં પૉલિયો નિયંત્રણનો તેમનો નમૂનો વૈશ્વિક પૉલિયો નાબૂદમાં અગ્રણી બની રહ્યો હતો. ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં તેમણે સાલ્ક પૉલિયો રસીની ચડિયાતી અસરકારકતા દર્શાવી હતી. તેમણે રેટ્રૉવાઇરસ લેબોરેટરી અને ફિલ્ડ યૂનિટ સ્થાપ્યાં હતાં અને ૧૯૮૬માં ભારતમાં પ્રથમ-વેશ્યાઓમાં એચઆઈવી ચેપનું નિદાન કર્યું હતું. તેમણે આઈસીએમઆર ટાસ્ક ફૉર્સ દ્વારા તમામ રાજ્યમાં એચઆઈવી નિરીક્ષણ ખોલવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને એચઆઈવી માટે દાતાના રક્તની ચકાસણી (સ્ક્રીનિંગ) શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.