ETV Bharat / bharat

કોરોનાનો પ્રકોપ: ટ્રેનમાં મુસાફરી કરતા ઘરેથી જ ધાબળા લઈને આવો - ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યાં મહત્વના સમાચાર

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ ઉભો કર્યો છે. કોરોના વાયરસને લઇને વેસ્ટર્ન રેલવે તરફથી શાનદાર પહેલ કરવામાં આવી છે. રેલવેએ યાત્રિકોને વિનંતી કરી છે કે, મુસાફરી દરમિયાન પોતાનું ઓઢવાનું એટલે કે, ધાબળા કે બ્લેકેન્ટ સાથે લઈને આવે. વેસ્ટર્ન રેલવે પબ્લિક રિલેશન ઓફિસર તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એસી કોચમાં રેલવે તરફથી આપવામાં આવતા ધાબળાની રોજ સાફ સફાઇ કરવી શક્ય નથી.

કોરોનાનો પ્રકોપ : ટ્રેનમાં મુસાફરી કરતા ઘરેથી જ ધાબળા લઈને આવો

author img

By

Published : Mar 15, 2020, 8:47 PM IST

નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ ઉભો કર્યો છે. કોરોના વાયરસને લઇને વેસ્ટર્ન રેલવે તરફથી શાનદાર પહેલ કરવામાં આવી છે. રેલવેએ યાત્રિકોને વિનંતી કરી છે કે, મુસાફરી દરમિયાન પોતાનું ઓઢવાનું એટલે કે, ધાબળા કે બ્લેકેન્ટ સાથે લઈને આવે. વેસ્ટર્ન રેલવે પબ્લિક રિલેશન ઓફિસર તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એસી કોચમાં રેલવે તરફથી આપવામાં આવતા ધાબળાની રોજ સાફ સફાઇ કરવી શક્ય નથી.

ભારતમાં કોરાના વાયરસ ખુબજ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 96 દર્દીઓ થયા છે આ વાયરસ બે લોકોનો ભોગ લઈ ચુક્યુ છે. જો કે 10 લોકો આ રોગથી સાજા થયા છે જે રાહતના સમચાર છે. ભારતમાં શનિવારે કટોકટી જાહેર કરવામાં આવી છે. સાવધાનીના ભાગ રૂપે કેટલાક રાજ્યમાં સ્કુલ, કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાને લઈને પ્રશાસન ખુબ ગંભીરતાથી કામગીરી હાથ ધરી રહ્યું છે. ભારતીય રેલવેએ રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનને કોરોના પ્રુફ બનાવવાની દિશામાં પગલું ભરવાનું શરૂ કરી દીધુ છે. વાઈરસની દહેશતને ધ્યાનમાં રાખતા દિલ્હી રેલવે સ્ટેશન પર પોસ્ટર અને ડિજિટલ સ્ક્રિન સંદેશને માધ્યમ બનાવીને મુસાફરોમાં જાગરૂકતા ફેલાવવાના પ્રયત્ન થઈ રહ્યાં છે. રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રખાઈ રહ્યું છે. ઠેર ઠેર સેનિટાઈઝર રાખવામાં આવી રહ્યાં છે અને રેલવે સ્ટાફને પણ માસ્ક આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં ચેપ લાગેલા દર્દીઓ માટે સ્ટેશન પર જ આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.