નવી દિલ્હી: કોરોના વાઇરસ ફાટી નીકળવાના કારણે દેશવ્યાપી લોકડાઉન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી સોમવારે પ્રધાનમંડળ પરિષદની બેઠક યોજાશે. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રધાનોની બેઠક યોજાશે.
આ બેઠકમાં મંગળવારે કેબિનેટની બેઠક મળશે. બંને બેઠક વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળશે. 24 માર્ચથી વડાપ્રધાને 21 દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા પછી પ્રધાન મંડળની પણ આ પહેલી બેઠક હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકો COVID-19નો સામનો કરવા અને લોકડાઉનને અસરકારક બનાવવા અંગે ઇરાદાપૂર્વક કરાશે. નોવેલ કોરોના વાઇરસ દ્વારા ઉદ્દભવેલા પડકારોને દૂર કરવા સરકારે લીધેલા પગલાઓના વધુ સારા અમલીકરણ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.