નવી દિલ્હી: કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીના કારણે વધુ 148 લોકોના મોત બાદ દેશમાં આ જીવલેણ વાઈરસથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા વધીને 3,583 થઈ ગઈ છે. ત્યારે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ 6,088 નવા કેસો પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,18,447 થઈ ગઈ છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, ગુરુવારે સવારે 6 કલાકથી વાઈરસના કારણે 148 લોકોનાં મોત થયાં હતાં અને 6,088 નવા કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત 66,330 ચેપગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે, જ્યારે 48533 લોકો સ્વસ્થ થયા છે અને એક દર્દી વિદેશ ગયો છે. અત્યાર સુધીમાં લગભગ 40.97 ટકા દર્દીઓ આ ચેપમાંથી સ્વસ્થ થયા હોવાનું આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
વિદેશી સહિતના લોકોમાં પણ ચેપ લાગવાની પુષ્ટિ કરવામાં આવી છે. દેશના મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકો સંક્રમિત છે. અત્યારસુધી લગભગ 41,642 કેસો નોંધાયા છે, ત્યારબાદ તમિલનાડુમાં 13,967, ગુજરાતમાં 12,905 દિલ્હીમાં 11,659 રાજસ્થાનમાંમાં 6,227 મધ્યપ્રદેશમાં 5,981 અને ઉત્તર પ્રદેશમાં 5,515 કેસ છે.
કોવિડ -19 કેસની સંખ્યા પશ્ચિમ બંગાળમાં 3,197, આંધ્રપ્રદેશમાં 2,647 અને પંજાબમાં 2,028 પર પહોંચી ગઈ છે.
બિહારમાં 1,982, તેલંગાણામાં 1,699, કર્ણાટકમાં 1,605, જમ્મુ-કાશ્મીરમાં 1,449 અને ઓડિશામાં 1,103 કેસ નોંધાયા છે.
જ્યારે હરિયાણામાં કોરોના વાઈરસના ચેપના અત્યાર સુધીમાં 1,031 કેસ નોંધાયા છે, તો કેરળમાં 690 ઝારખંડમાં 290 અને ચંદીગઢમાં 217 લોકો સંક્રમિત થયા છે.
આસામમાં 203, ત્રિપુરામાં 173, હિમાચલ પ્રદેશમાં 152 કેસ છે. ઉત્તરાખંડમાં 146, છત્તીસગઢમાં 128 અને ગોવામાં 52 કેસની પુષ્ટિ થઈ છે.
લદ્દાખમાં કોવિડ -19 ના 44 કેસ, , જ્યારે આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં 33 કેસ નોંધાયા છે.
મણિપુરમાં 25, પુડુચેરીમાં 20 અને મેઘાલયમાં 14 કેસ નોંધાયા છે. જ્યારે મિઝોરમ 14, અરુણાચલ પ્રદેશ અને દાદરા-નગર હવેલીમાં એક-એક કસ નોંધાયા છે.