હૈદરાબાદઃ સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો આંકડો 26 લાખ 84 હજારને પાર કરી ગયો છે. કુલ એક્ટિવ કેસ 6 લાખ 76 હજારથી વધુ છે. કુલ મૃત્યુઆંક 50,921 પર પહોંચ્યો છે.
દિલ્હી
- મુખ્યપ્રધાન કેજરીવાલે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં કોવિડ-19ના મૃ્ત્યુદરમાં 80 ટકાનો ઘટાડો થયો છે.
- દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ત્યારે ભારતના શહેરો અને રાજ્યોના લોકોએ આ સુધારણા માટે દિલ્હી મોડેલની પ્રશંસા કરી છે.
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલની સફળતાનો શ્રેય દિલ્હીની જનતાની એકતા અને સામૂહિક કાર્યવાહીને આપ્યો છે.
- છેલ્લા 24 કલાકમાં 652 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર
- પુણે નવા કોરોના કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે. રવિવારે કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા હતા.
- IISER, PMC અને પુણે યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા એક સેરોસર્વેમાં પૂણે મહાનગરપાલિકાના પાંચ ઉચ્ચ પ્રશાસન વહીવટી વિસ્તારમાં 51.5 ટકાનો ફેલાવો નોંધાયો છે.
- મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈમાં NCPના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન પર 4 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પંજાબ
- વધતા કોવિડ-19 કેસના પગલે, પંજાબ સરકારે આજે જલંધર, લુધિયાણા અને પટિયાલામાં 18 ઓગસ્ટથી આગામી ઓર્ડર સુધી વધારાના પ્રતિબંધો લગાવી દીધા છે.
- પંજાબ સરકારના પ્રવક્તાએ આજે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કોવિડ -19 કેસોમાં અચાનક વધારો થવાને કારણે રાજ્યના તમામ શહેરોમાં અમુક પ્રવૃત્તિઓ પર વધારાના પ્રતિબંધો લાદવાની જરૂરિયાત ઉભી થઈ હતી.
ઝારખંડ
- ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની સારવારના નામ પર દર્દીઓનું શોષણ કરવામાં આવશે તો ખાનગી હોસ્પિટલોનું લાઇસન્સ રદ થઈ શકે છે.
- ઝારખંડની ધનબાદ વિભાગીય જેલના લગભગ 17 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ઓડિશા
- ઓડિશા સરકારે દરરોજ 50,000થી વધુ પરીક્ષણો માટે કોવિડ-19ના પરીક્ષણમાં વધારો કર્યો છે.
- 16મી ઓગસ્ટના રોજ, ઓડિશા 50,421 પરીક્ષણો સાથે દેશમાં નંબર 4 પર હતું.
ઉત્તર પ્રદેશ
- 20 ઓગસ્ટથી શરૂ થનારા રાજ્ય વિધાનસભાના આગામી ચોમાસા સત્રમાં ભાગ લેતા પહેલા ઉત્તર પ્રદેશના તમામ ધારાસભ્યોએ કોવિડ -19ની પુષ્ટિ માટે એન્ટિજેન ટેસ્ટમાંથઈ પસાર થવું પડશે.
- રાજ્ય પહેલેથી જ કોવિડ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
- યુપીના બે પ્રધાનો, ચેતન ચૌહાણ અને કમલ રાની વરૂણ આ મહિનામાં કોવિડ-19થી મૃત્યુ પામ્યા છે.
બિહાર
- બિહાર સરકારે સોમવારે બિહારમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
- રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે, રાજ્યમાં આ પ્રતિબંધો અમલમાં રહેશે.
મધ્ય પ્રદેશ
- છેલ્લા 24 કલાકમાં 1022 નવા કેસ નોંધાયા છે.
- રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 45,455 પર પહોંચ્યો છે.
- કુલ મૃત્યુઆંક 1105 નોંધાયો છે.
- ઈન્દોરમાં 214, જબલપુરમાં 126, ભોપાલમાં 123 તો ગ્વાલિયરમાં 65 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.