ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 23 લાખ 76 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 46,091 - રણદીપ ગુલેરિયા

કોવિડ-19ના ફેલાવા અંગે વધી રહેલી ચિંતા વચ્ચે ભારતના અગ્રણી મેડિકલ એક્સપર્ટ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ હજુ તેની ચરમસીમા પર નથી પહોંચ્યા.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 12, 2020, 10:57 PM IST

હૈદરાબાદઃ કોવિડ-19ના ફેલાવા અંગે વધી રહેલી ચિંતા વચ્ચે ભારતના અગ્રણી મેડિકલ એક્સપર્ટ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ હજુ તેની ચરમસીમા પર નથી પહોંચ્યા. દેશભરમાં દર 2 દિવસે 1 લાખ કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. દેશભરમાં અત્યાર સુધી 23 લાખથી વધુ કેસો નોંધાયા છે અને 46 હજાર લોકોના મૃત્યુ થયા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • છેલ્લા 7 દિવસમાં દરરોજ 1000 નવા કેસ નોંધાયા છે, 707 લોકો પોઝિટિવ નોંધાયા છે.
  • દિલ્હીમાં 1.48 લાખ કેસ છે. 4153 લોકોના મૃત્યુ થયા છે.
  • દિલ્હી સરકારના આરોગ્ય બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6,472 આરટી-પીસીઆર ટેસ્ટ અને 12,422 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
  • 1 લાખ 33 હજારથી વધુ દર્દીઓ રિકવર થયાં છે. 10,946 એક્ટિવ કેસ છે.

બિહાર

  • મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ના રોજ 1 લાખ ટેસ્ટ કરવામાં આવશે.
  • આરટી-પીસીઆર દ્વારા રોજ 75 હજાર સેમ્પલ લેવામાં આવે છે.
  • આરટી-પીસીઆર સુવિધા રાજ્યની બીજી 5 મેડિકલ કોલેજમાં આપવામાં આવશે.
  • આરટી-પીસીઆરના બીજા 10 મશીન ખરીદવામાં આવશે.

ઝારખંડ

  • છેલ્લા 24 કલાકમાં 591 નવા કેસ નોંધાયા હતા.
  • કોવિડ-19 કેસનો કુલ આંકડો 19,758 પર પહોંચ્યો છે અને 194 લોકોના મોત નીપજ્યાં છે.
  • રિકવરી દર 54.21 ટકા છે, જ્યારે મૃત્યુદર 0.99 ટકા છે.

રાજસ્થાન

  • અલવરના અધિકારીઓએ બુધવારે કોવિડ-19 કેસોમાં ઉછાળા પછી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્તારોમાં લોકડાઉનની ઘોષણા કરી હતી. લોકડાઉન 22 ઓગસ્ટ સુધી રહેશે. લોકડાઉન માર્ગદર્શિકા મુજબ હવે અલવરમાં બજારો સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલશે.
  • કેસના ઉછાળા વચ્ચે, બાંસવાડા જિલ્લા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડ

  • કુલ કોવિડ-19ના કેસ 10,886 છે, જ્યારે 140 લોકોના મોત નીપજ્યાં છે.
  • જ્યારે બુધવારે 217 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
  • કુલ 6726 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • કુલ 4020 દર્દીઓ સારવાર હેઠળ છે.

ઓડિશા

  • રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસ 50,672 પર પહોંચ્યા છે.
  • કુલ એક્ટિવ કેસ 15,508 છે.
  • કુલ 36478 લોકો રિકવર થયા છે.
  • કુલ મૃત્યુઆંક 305 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.