ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશભરમાં કોવિડ-19ના 20 લાખથી વધુ કેસ, કુલ મૃત્યુઆંક 44,386 - india corona update

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોવિડ-19ના કેસ 20 લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 62 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 6 લાખથી વધુ કેસ એક્ટિવ છે અને 15 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 10, 2020, 10:57 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોવિડ-19ના કેસ 20 લાખથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ કેસ નોંધાયા છે. 6 લાખથી વધુ કેસ એક્ટિવ છે. જ્યારે 15 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 90 ટકા લોકો રિકવર થયાં છે. 7 ટકા એક્ટિવ કેસ છે.
  • કેજરીવાલે મહામારી સામે લડવા દિલ્હી મોડલનો ટ્વિટર પર ઉલ્લેખ કર્યો હતો.
  • 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી રોજના કેસોમાં ઘટાડો નોંધાયો હતો.
  • દિલ્હીમાં અત્યારે 1.46 લાખ કરતાં વધુ કેસ છે.

બિહાર

  • ડોકટરો દ્વારા મેડિકલ તપાસ અને સંબંધિત તબીબી પરિક્ષણો બાદ પટના એઇમ્સ ખાતે પ્લાઝ્માનું દાન કરી શકાશે.
  • દરમિયાન રાજધાની પટનાના કાંકરબાગની બે બહેનોએ તેમના પ્લાઝ્માનું દાન કર્યું હતું. સત્તાવાર આંકડા મુજબ, પટના એઇમ્સ ખાતે રાજ્યમાં અત્યાર સુધીમાં 115 પ્લાઝ્મા દાતાઓએ પ્લાઝ્માનું દાન કર્યું છે.
  • રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 82,741 નોંધાયો છે. કુલ મૃત્યુઆંક 450 છે.
  • રિકવરી રેટ 65.43 ટકા છે.
  • જ્યારે 28,151 એક્ટિવ કેસ છે.

મધ્ય પ્રદેશ

  • મધ્યપ્રદેશને વધુ હાઇ-ડિપેન્ડન્સી યુનિટ (એચ.ડી.યુ.) અને ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)ના બેડ અને ઓક્સિજનવાળા બેડની જરૂર છે. કારણ કે, રાજ્યમાં છેલ્લા 7 અઠવાડિયામાં અનલોક સમયગાળા દરમિયાન કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, આ સમયગાળામાં કોરોના વાઈરસના સક્રિય કેસ પણ નોંધાયા છે.
  • દરમિયાન, ઇન્દોરમાં 208 નવા કેસ સાથે, જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2430 પર પહોંચી છે.
  • આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, રાજ્યની કોવિડ -19ના કેસ સોમવારે વધીને 39,446 પર પહોંચ્યા છે. ગૃહ વિભાગની સૂચના બાદ, ભોપાલમાં તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઓડિશા

  • રાજ્યની હોસ્પિટલોમાં ખોટા કોરોના પોઝિટિવ રિપોર્ટ્સની ચર્ચાને લગતી ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ ઓડિશા પોલીસે કોવિડ-19થી રિકવર થયેલા શખ્સ સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા બાઇજયંત પાંડાની પત્ની સાથે સંકળાયેલી એક ટીવી ચેનલને પણ ક્લિપને પ્રસારિત કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો 47,455 પર પહોંચ્યો છે.
  • 29 જિલ્લામાં 1528 નવા કેસ નોંધાયા છે.

ઝારખંડ

  • છેલ્લા 24 કલાકમાં 629 કેસ નોંધાયા છે.
  • રાજ્યમાં કોરોના કેસનો આંકડો 18,255 પર પહોંચ્યો છે, જ્યારે 178 લોકોના મોત થયાં છે.
  • રિકવરી રેટ 49.38 ટકા છે.
  • નામકુમમાં એક જ પરિવારના 12 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 6ને દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 6 લોકોને ક્વૉરન્ટીન સેન્ટર મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ

  • રાજ્યમાં કોવિડ-19 કેસની સંખ્યા 10,021 પર પહોંચી છે.
  • રાજ્યમાં કુલ 134 મોત થયાં છે.
  • 167 લોકોને સોમવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • અત્યાર સુધી 6340 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • 3547 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.