હૈદરાબાદ: સોમવારે ભારતમાં 52,972 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ 2જી ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ સુધીમાં પરીક્ષણ કરાયેલા કોવિડ 19ના નમૂનાઓની કુલ સંખ્યા 2,02,02,858 છે. જેમાં રવિવારે લેવામાં આવેલા 3,81,027 પરીક્ષણોનો સમાવેશ થાય છે. સોમવારે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) કુલ કોરોના કેસ 18,03,696 છે. જેમાં 5,79,357 સક્રિય કેસ, 11,86,203 ડિસ્ચાર્જ અને 38,135 લોકોનાં મોતનો સમાવેશ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 771 લોકોના મોત નિપજ્યા છે.
દિલ્હી: કોરોનાના 805 નવા પોઝિટિવ કેસ સાથે 17 લોકોના મોત
સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,38,482 થઈ છે. જ્યારે સોમવારે 805 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દિલ્હી સરકારના બુલેટિન મુજબ, સોમવારે 17 લોકોનાં મોત થયા હતા. આ સાથે દિલ્હીમાં મોતનો આંકડો 4,021 પર પહોંચ્યો છે. 937 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 1,24,254 છે. દિલ્હીમાં સક્રિય કેસ 10,207 છે.
મહારાષ્ટ્ર
બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સોમવારે કોવિડ 19 માટે મિશન બીગન અગેન હેઠળ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત રસ્તાની બન્ને બાજુની અન્ય વસ્તુઓની દુકાન પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ માર્ગદર્શિકા મુજબ જાહેર સ્થળોએ, કાર્યસ્થળોમાં અને પરિવહન દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત છે. જ્યારે માર્ગદર્શિકામાં મોટા મેળાવડા પર પ્રતિબંધ યથાવત છે. લગ્નને લગતા મેળાવડા કુલ 50 લોકોથી વધુ ન હોવા જોઈએ.
પશ્ચિમ બંગાળ: લોકડાઉન માટે નવી તારીખો જાહેર કરી
પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે ફરીથી લોકડાઉન તારીખો બદલી છે. રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદશિકા મુજબ હવે રાજ્યવ્યાપી સંપૂર્ણ લોકડાઉન હવે નીચે મુજબના દિવસોમાં લાગુ રહેશે.
- 5 ઓગસ્ટ, બુધવાર
- 8 ઓગસ્ટ, શનિવાર
- 20 ઓગસ્ટ, ગુરુવાર
- 21 ઓગસ્ટ, શુક્રવાર
- 27 ઓગસ્ટ, ગુરુવાર
- 28 ઓગસ્ટ, શુક્રવાર
- 31 ઓગસ્ટ, સોમવાર
ઓડિશા: સરકાર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના કામકાજને મંજૂરી આપી
ઓડિશા સરકાર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો, RRB, રાજ્ય સહકારી બેંકો અને વીમા કંપનીઓની મોટી કામગીરીમાં 50 ટકા કર્મચારી અને 5થી ઓછા કર્મચારીઓવાળી નાની શાખાઓમાં સંપૂર્ણ સ્ટાફ સાથે 31 ઓગસ્ટ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,384 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
કેરળ: કેરળ હાઇકોર્ટે જાહેર સ્થળો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને કેરળ હાઈકોર્ટે સોમવારે 31 ઓગસ્ટ સુધી જાહેર સ્થળોએ તમામ વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એસ. મણિકુમાર અને ન્યાયાધીશ શાજી પી ચૈલીની ડિવિઝન બેન્ચે 15 જુલાઈએ કોવિડ-19ના ફેલાવાને લગતી મર્યાદાના ઉલ્લંઘનમાં ચાલુ વિરોધ પ્રદર્શનને પ્રકાશિત કરતી બે અરજીઓની સુનાવણી કરતા સમયે તમામ જાહેર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો.
મધ્યપ્રદેશ: રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટે મંદિરોમાં રામધૂન અને સુંદરકાંડ કરવા માટે મંજૂરી આપી
મધ્યપ્રદેશ સરકારે 4 અને 5 ઓગસ્ટના રોજ મંદિરોમાં રામધૂન અને સુંદરકાંડ કરવા માટે શરતી મંજૂરી આપી છે, જ્યારે કોવિડ 19ના નિયમોનું પાલન કરવાની કડક સૂંચના પણ આપવામાં આવી છે. 31 જુલાઇના એક આદેશમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પાયાના સમારોહને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી રહી છે.
તમિલનાડુ: કોરોનાના 5,609 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 2,63,222
રાજ્યના આરોગ્ય વિભાગે સોમવારે માહિતી આપી હતી કે, તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,609 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 109 મૃત્યુ થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગને સોમવારે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, કુલ આંક 2,02,283(ડિસ્ચાર્જ સાથે) અને 4,241 મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 58,211 નમૂનાઓનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેલંગાણા: 983 નવા પોઝિટિવ કેસ નોંધાયા
સોમવારે તેલંગાણાના રાજ્ય આરોગ્ય વિભાગની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા બુલેટિનમાં કોરોનાના 983 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 67,660 પર પહોંચી છે, જેમાં 18,500 સક્રિય કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 48,609 સ્વસ્થ થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 551 છે.