હૈદરાબાદ : દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 5 લાખને પાર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,513 નવા કેસ નોંધાયા છે, જ્યારે 768 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 15,31,669 થઈ ગઈ છે. તો 34,193 લોકોએ આ રોગથી પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ કોરોનાના કેસ 15 લાખને પાર થઇ ગયા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોરોના વાઇરસના 2294 નવા કેસ નોંધાયા છે, 2094 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 41 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 65,258 પર પહોંચી ગઈ છે.રાજ્યમાં કુલ 19652 સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં 1490 લોકો મૃત્યુ પામ્યા છે.
- હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 2,334 થઈ ગઈ છે. જેમાંથી 1,043 સક્રિય કેસ છે. જો કે 1,262 લોકો સાજા થયા છે અને 12 લોકોના મોત થયા છે.
- રાજસ્થાન
બુધવારે સવારે 10.30 વાગ્યા સુધી રાજસ્થાનમાં 328 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે વધીને 38,964 થઈ ગઈ છે. જેમાંથી 10,745 સક્રિય કેસ છે, 27,569 લોકો સાજા થયા છે અને 650 દર્દીઓના મોત થયા છે.
- ઓડિશા
ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં 1068 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 29,175 પર પહોંચી ગઈ છે. જેમાંથી 18,060 લોકો સાજા થયા છે અને 10,920 સક્રિય કેસ છે.
- દિલ્હી
દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થતા જોવા મળી રહ્યા છે. રાજધાનીમાં કોરોના રિકવરી દર 88.99 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં ફક્ત 8.07 ટકા સક્રિય કેસ છે, જ્યારે 2.93 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં સક્રિય કેસની સંખ્યા 10,770 છે.
- ગુજરાત
રાજ્યમાં બુધવારે 24 કલાકમાં નવા 1144 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 દર્દીઓના મોત થયા છે. તેમજ 783 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 59,126 લોકો સંક્રમિત છે.
- મહારાષ્ટ્ર
સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા 4 લાખને પાર થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9,211 નવા કેસ નોંધાયા હતા.તો આ સાથે જ 298 લોકોના મોત નીપજ્યા હતાં.
- ઉત્તરપ્રદેશ
ફરી એકવાર યૂપીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 3 હજારને પાર થઇ ગયો છે. બુધવારે રાજ્યમાં 3570 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 29,997 થઈ ગઈ છે. જ્યારે 45,807 લોકો સાજા થયા છે.