હૈદરાબાદ : ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14 લાખને પાર થઇ ગઈ છે.દેશમાં સક્રિય કેસની સંખ્યા 4,85,114 છે અને અત્યાર સુધીમાં 32,771 લોકો મૃત્યુ પામ્યા છે અને 9,17,568 લોકો સાજા થયા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના 2112 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 19,502 છે અને 39,917 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1411 લોકોના મોત નીપજ્યા છે.
- ઓડિશા
ઓડિશામાં કોરોના ચેપની સંખ્યા 26,892 છે. જોકે રાજ્યમાં 9338 કેસ સક્રિય છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 17373 લોકો સાજા થયા છે અને 147 લોકોના મોત થયા છે.
- ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1052 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 56,874 પર પહોંચી ગઈ છે. તો આ સાથે રાજ્યમાં કોરોનાના 13,146 સક્રિય કેસ છે અને 41380 લોકો સાજા થયા છે. રાજ્યમાં 2348 લોકો મૃત્યુ પામ્યા છે.
- હરિયાણા
હરિયાણામાં સોમવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 32127 થઈ ગઈ છે. અહીં કોરોનાને કારણે 397 લોકોના મોત નીપજ્યા છે.
- મહારાષ્ટ્ર
સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 7924 નવા કેસ નોંધાયા છે અને 227 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 3,83,723 થઈ ગઈ છે. 8706 લોકો સોમવારે સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,21,944 લોકો સાજા થયા છે.
- દિલ્હી
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 613 નવા કોરોનાના કેસ નોંધાયા છે.રાજ્યમાં કોવિડ -19ની સંખ્યા 1,31,219 પર પહોંચી ગઈ છે. છેલ્લા 65 દિવસ બાદ સોમવારે પહેલી વાર રાજધાનીમાં આટલી ઓછી સંખ્યામાં દર્દીઓ દેખાયા છે. અગાઉ 23 મેના રોજ 591 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.દિલ્હીમાં કુલ 1497 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. આ સાથે, રાજધાનીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,31,219 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં કોરોના ચેપથી અત્યાર સુધીમાં કુલ 3853 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
- મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં કોરોનાના 789 નવા કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 28,589 થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં 7978 સક્રિય કેસ છે.
- તમિળનાડુ
તમિળનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6993 નવા કેસ નોંધાયા છે અને 77 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 2,20,716 પર પહોંચી ગઈ છે. 5723 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.
- આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 6051 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં કેસની કુલ સંખ્યા 1,02,349 તઇ ગઇ છે. અત્યાર સુધીમાં 49,558 લોકો સાજા થયા છે અને 1090 લોકોના મોત નીપજ્યા છે.