હૈદરાબાદ : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહી છે. ભારતમાં, કોરોનાવાઇરસથી 9 લાખ 68 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત છે, જ્યારે અત્યાર સુધી 24,900થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 32,695 નવા કેસ નોંધાયા છે. આ આજ સુધીનો સૌથી મોટી આંકડો છે. જ્યારે 606 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. અહીં કોરોનાને કાબૂમાં કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 8641 નવા કેસ નોંધાયા છે. તેમજ 266 લોકોના મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં જ 1476 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 56 લોકોના મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસનો કુલ આંકડો 2 લાખ 84 હજાર 281 પર પહોંચી ગયો છે
- રાજસ્થાન
રાજસ્થાનમાં ગુરુવારે કોરોના ચેપના 737 નવા કેસ નોંધાયા છે અને આઠ લોકોના મોત નીપજ્યાં છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 27174 થઈ છે, જેમાંથી 6666 કેસ સક્રિય છે અને 538 લોકોના મોત નીપજ્યા છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ગુરુવારે 199 નવા ચેપ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3982 થઈ ગઈ છે, જેમાંથી 2995 સાજા થયા છે અને 904 કેસ સક્રિય છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 1690 નવા કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત નીપજ્યાં હતા. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 36,117 પર પહોંચી ગઈ છે. આમાંથી 21415 લોકો સાજા થયા છે અને 1023 લોકોના મોત થયા છે.
- મધ્ય પ્રદેશ
ગુરુવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 735 નવા કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 20, 378 પર પહોંચી ગઈ છે. તેમાંથી 5562 કેસ સક્રિય છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 689 લોકોના મોત નીપજ્યા છે.
- કર્ણાટક
ગુરુવારે કર્ણાટકમાં 4169 નવા કેસ નોંધાયા છે અને 104 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 51,422 પર પહોંચી ગઈ છે, જેમાંથી 19729 લોકો સાજા થયા છે અને મૃત્યુઆંક 1032 પર પહોંચી ગયો છે.
- દિલ્હી
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1652 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત નીપજ્યાં હતાં. આ સાથે, રાજધાનીમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 118645 થઈ ગઈ છે. જેમાંથી 11407 કેસ સક્રિય છે, 97693 લોકો સાજા થયા છે અને 3545 લોકો મૃત્યુ પામ્યા છે.
- આંધ્રપ્રદેશ
છેલ્લા 24 કલાકમાં આંધ્રપ્રદેશમાં 2593 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત નીપજ્યા હતા. અહીં કેસની કુલ સંખ્યા 38044 છે. જોકે કોરોનાના 18159 સક્રિય કેસ છે, જેમાંથી 19393 સાજા થયા છે અને 492 લોકો મૃત્યુ પામ્યા છે.