હૈદરાબાદઃ બુધવારે દેશભરમાં કોવિડ-19ના 29,429 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 9 લાખ 36 હજારને પાર થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 24,309 થયો છે. જ્યારે 5,92,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દિલ્હી
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં જૂન કરતાં સ્થિતિ સારી છે. પરંતુ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે.
- દિલ્હી સરકાર તૈયારીઓ ચાલુ રાખશે.
- દિલ્હી સરકાર દરરોજ 20 હજારથી 23 હજાર કોવિડ-19ના ટેસ્ટ કરે છે.
બિહાર
- પટનામાં ભાજપા હેડક્વાર્ટર કોરોના હોટસ્પોટ બન્યા બાદ, બિહાર ગવર્નર હાઉસના 20 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.
- બિહારમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
- મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, 16 જુલાઈથી 31 જુલાઈ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
- આ પહેલાં પણ બિહારના 38 જિલ્લાઓમાં લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ
- ભાજપા નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન, રાજેશ અગ્રવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના પરિવારના 4 સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
- વર્તમાન સમયમાં રાજેશ અગ્રવાલ ધારાસભ્ય છે.
- તો બીજી બાજુ, કિઠોરથી ભાજપા ધારાસભ્ય સત્યવીર ત્યાગી કોરોના પોઝિટિવ આવ્યા છે.
- રાજ્યમાં કોરોનાનો આંકડો 40 હજારની નજીક પહોંચી ગયો છે.
હિમાચલ પ્રદેશ
- ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કામદારો માટે સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
- આ માર્ગદર્શિકા અનુસાર, જે પણ કામદારો બીજા રાજ્યમાંથી આવે છે, તેમણે 1 અઠવાડિયા માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.
- કૉન્ટ્રાક્ટર અથવા માલિક કામદારના ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટીન માટે જવાબદાર રહેશે.
- કામદાર ત્યારે જ કામ કરી શકશે જ્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવશે.
ઝારખંડ
- રાજ્યમાં પ્રથમ વખત કોરોના ચેપના ઈન્ફેક્શનનું પરીક્ષણ કરવા એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે.
- રાજ્ય સરકારે ICMR પાસેથી 15 હજાર એન્ટિજન ટેસ્ટિંગ કીટની માંગણી કરી છે.
- આ કીટને સૌથી વધારે ચેપગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે.
- રાંચી સહિત બીજા 15 જિલ્લાઓમાં એન્ટિજન ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે.
- આ કીટનો ઉપયોગ કર્યા પછી કોરોના ટેસ્ટનું પરિણામ અડધો કલાકમાં આવી જશે.