નવી દિલ્હી : ભારતમાં કોવિડ-19ના 19,148 નવા કેસ નોંધાયા છે. જે બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 6 લાખને પાર થઇ ગઈ છે. તો આ સાથે જ મૃતકોની સંખ્યા 17,834 પર પહોંચી ગઈ છે. પાંચ દિવસ પહેલા જ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગ્યા સુધી જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસ વધીને 6,04,641 થઇ ગયા છે, જ્યારે 434 લોકોના મોત નીપજ્યા છે.
- કર્ણાટક
ગુરુવારે કર્ણાટકમાં કોરોનાના 1502 નવા કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 18,016 પર પહોંચી ગઈ છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. આ આંકડો સાંજના સાત સુધીનો છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2984 પર પહોંચી ગઈ છે, જેમાં 510 સક્રિય કેસ છે તો આ સાથે જ 2405 લોકો સાજા થયા છે અને 42 લોકોના મોત નીપજ્યાં છે.
- આસામ
આસામમાં, કોરોના વાઇરસના કારણે વધુ બે લોકોના મોત નીપજ્યાં છે. આ પછી, મૃતકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. આસામમાં કોરોના ચેપનો કુલ આંક 8,955 છે.
- તમિલનાડુ
તમિલનાડુમાં કોરોના ચેપના 4343 નવા કેસ નોંધાયા છે અને 57 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 98,392 થઈ ગઈ છે.
- આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં 845થી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જેથી કુલ કેસની સંખ્યા 16,097 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં વધુ પાંચ દર્દીઓના મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 198 થયો છે.
- રાજસ્થાન
રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના નવા 350 કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18,662 થઈ ગઈ છે, જેમાંથી 3284 કેસ સક્રિય છે અને 14948 લોકો સાજા થયા છે. ત્યારે 430 લોકોના મોત નીપજ્યાં છે.
- દિલ્હી
રાજધાની દિલ્હીમાં કોરોનાના 2373 નવા કેસ નોંધાયા છે અને 61 લોકોના મોત નીપજ્યાં છે. રાજધાનીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 92,175 થઈ છે, જેમાંથી 63,007 લોકો સાજા થયા છે, 26,304 કેસ હજુ પણ સક્રિય છે અને અત્યાર સુધીમાં 2864 લોકો મૃત્યુ પામ્યા છે.
- ગુજરાત
છેલ્લા બે અઠવાડિયાથી કોરોના વાઇરસના 5000થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યનો સુરત શહેર જ્યા અમદાવાદ પછી COVID-19ના વધુ કેસ નોંધાઇ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ગુજરાતના અગ્ર સચિવ જયંતિ રવિ વાઇરસથી બચવા માટેના ઉપાયો શોધવા માટે છેલ્લા ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે.
- ઓડિશા
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યમાં 27 લોકોના મોત થયાં છે. જેમાં 229 નવા કેસો નોંધાયા છે, જેથી કુલ આંકડો 7,545 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 2,157 સક્રિય કેસ છે, જ્યારે 5,353 દર્દીઓ સાજા થયા થયા છે.