નવી દિલ્હી : 30 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો, પરંતુ માર્ચ પછી, આ કેસ ઝડપથી વધી ગયા હતા. શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 15301 લોકોએ જીવ ગુમાવ્યો છે.
જાણીએ દેશના ક્યા રાજ્યમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા...
- દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 3460 નવા કેસ નોંધાયા હતા અને 63 લોકોના મોત નીપજ્યાં હતા. રાજધાનીમાં કેસની કુલ સંખ્યા વધીને 77,240 થઈ ગઈ છે. જેમાંથી 47,091 લોકો સ્વસ્થ્ય થઇ ગયા છે અને હજુ પણ 27,657 કેસ સક્રિય છે અને કુલ 2,492 લોકોના મૃત્યુ થયા છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના ચેપના 5024 નવા કેસ નોંધાયા હતા અને 175 લોકોના મોત નીપજ્યાં હતાં. 175 મૃત્યુમાંથી 91 છેલ્લા 48 કલાકમાં નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 65,829 છે.
દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી એકમાત્ર એવા રાજ્યો છે જે સતત આ રોગચાળાથી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ દોઢ લાખ સુધી થઇ ગયા છે. જ્યારે દિલ્હીમાં પણ કુલ કેસની સંખ્યા એક લાખથી વધુ થવા આવી છે.
- મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના 203 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકોના મોત નીપજ્યાં હતા. રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 12,798 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2,448 છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 546 લોકોના મોત નીપજ્યાં છે.
- રાજસ્થાન
રાજસ્થાનમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 16,660 થઈ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા 3,218 છે અને મૃત્યુઆંક 380 છે.
- ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 30,158 થઈ ગઈ છે, જેમાંથી 22,038 સાજા થઇ ગયા છે. રાજ્યમાં 1,772 લોકોના મૃત્યુ થયા છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં શુક્રવારે કોરોનાના 34 નવા કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2725 પર પહોંચી ગઈ છે.
- કર્ણાટક
કર્ણાટકમાં કોરોનાના 445 નવા કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 11,005 થઈ ગઈ છે, જેમાંથી 3905 કેસ સક્રિય છે.6916 લોકો સાજા થઇ ગયા છે અને 180 લોકોના મોત નીપજ્યાં છે.