ETV Bharat / bharat

કોરોના ભારત અપડેટ, વાંચો રાજ્યવાર અપડેટ...

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર પરિસ્થિતિને દૂર કરવા સતત પ્રયાસ કરી રહી છે. દેશભરના રાજ્યોના કોરોના સંબંધિત મોટા સમાચાર વાંચો.

કોરોના
કોરોના
author img

By

Published : Jun 17, 2020, 11:07 PM IST

હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. 1,53,178 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 11,903 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશના રાજ્યોથી આવેલા કોરોનાને લગતા મોટા સમાચાર વાંચો.

કેસ
ભારતમાં કોરોનાનો કુલ કેસ

ગુજરાત

રાજ્યમાં આજે માસ્ક ન પહેરવા પર 200 રુપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે. આ સિવાય સુરતમાં સાળીના વેપારીઓએ એક નવી પહેસ શરુ કરી છે. આ પહેલ હેઠળ તે દરેક સાડી સાથે એક માસ્ક પણ આપશે.

કર્ણાટક

કોરોના સંક્રમણના પહેલા દર્દીમાં પ્લાઝ્મા થેરેપી દ્વારા સફળતાપૂર્વક ઇલાજ કરવામાં આવ્યો હતો. આ દર્દી બુધવારે સાજો થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર

બુધવાર સુધી મુંબઈમાં કોરોના વાઇરસને કારણે 7 જેટલા સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા હતા. બીએમસીમાં 1500 રક્ષકો છે અને 114 કોરોના વાઇરસથી સંક્રમિત છે.

દરમિયાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં 1024 બેડની 10 માળની COVID સમર્પિત હોસ્પિટલનું ઇ-ઉદ્ઘાટન કર્યું હતું.

રાજસ્થાન

રાજસ્થાનનો કોટા જિલ્લો અઢી મહિનાથી કોવિડ -19 માટે ''રેડ ઝોનમાં હતું, પરંતુ હવે સ્થાનિક વહીવટીતંત્રે મહેનત કરી અને કોટાને ત્રણ-સ્તરની ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને' ઑરેન્જ 'ઝોનમાં ફેરવી દીધું છે.

જિલ્લામાં હવે માત્ર એક જ સક્રિય કેસ બાકી છે. બુધવારે જિલ્લામાંથી એક પણ કેસ નોંધાયો નથી. મંગળવારે કોવિડ -19 હોસ્પિટલમાંથી 19 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેમાંથી 16 દર્દીઓ કોટાના હતા.

ઉત્તરપ્રદેશ

પ્રયાગરાજમાં 18 મી બટાલિયનના પાંચ જેટલા આઈટીબીપી જવાન સંક્રમિત જોવા મળ્યા હતા. હાલ આ બટાલિયનમાં સંક્રમિત જવાનોનો કુલ કેસની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે.

ઉત્તર પ્રદેશમાં બુધવારે કોરોના વાઇરસ રોગના કેસોની સંખ્યા 14,724 પર પહોંચી ગઈ છે. આગ્રામાં બુધવારે સવાર સુધી ત્રણ મૃત્યુ અને 18 નવા કેસ નોંધાયા હતા, જેમાં કુલ મૃત્યુઆંક 545 પર પહોંચ્યો હતો.

ઉત્તરાખંડ

બુધવારે રાજ્યમાં ત્રીસ નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ આંકડા સાથે, રાજ્યના કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં 1985 થઇ ગયા છે.

ઓડિશા

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું કે દરેક ગ્રામ પંચાયતમાં કોવિડ કેર હોમ સુવિધા ઉભી કરવામાં આવશે જેમાં એક સમયે 10 થી 20 વ્યક્તિઓનો સમાવેશ થઇ શકશે. આવી રીતે આશરે 70,000 લોકોને ગ્રામીણ ક્ષેત્રમાં સુવિધાઓ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.