બે લાખ કોવિડ -19 કેસ નોંધ્યાના દસ દિવસ બાદ, ભારતે શનિવારે ત્રણ લાખના આંકને વટાવી દીધો હતો. દૈનિક અંદાજે 11 હજાર લોકો સંક્રમિત થાય છે. જ્યારે મૃત્યુઆંક પણ 8848 ઉપર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે ખાનગી લેબ દ્વારા લેવામાં આવતા COVID-19 પરીક્ષણોના દરને 4,500 થી ઘટાડીને 2,200 રુપિયા કર્યા છે. કોવિડ -19 પરીક્ષણ માટે રાજ્યમાં 91 લેબ્સ છે અને લગભગ ચારથી પાંચ પાઇપલાઇનમાં છે.
પોલીસ કર્મચારીઓમાં થયેલા સંક્રમણની વાત કરીએ તો, વધુ ચાર લોકોના મોત નીપજતા સંખ્યા 40 સુધી પહોંચી ગઇ છે. રાજ્યમાં હાલમાં 1,382 જેટલા જવાનો સારવાર લઈ રહ્યા છે.
નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દિલ્હી એલજી અનિલ બૈજલ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે કોરોના વાઇરસ સંદર્ભે દિલ્હીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરશે.
ગુજરાત
સુરતમાં આઠ જુદી જુદી ડાયમંડ કંપનીઓમાં કાર્યરત 23થી વધુ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે નાગરિક અધિકારીઓએ આવી તમામ કંપનીઓને આંશિક બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને તેમના અન્ય સ્ટાફ સભ્યોને 14 દિવસની ફરજિયાત ક્વોરેન્ટાઇન રહેવા કહ્યું છે.
આ તરફ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન COVID-19 ફેલાવાને અટકાવવા લેવાતા પગલાં માટે એક મોડેલ બની ગયું છે. એક પણ કર્મચારી હજી સુધી પોઝિટિવ આવ્યું નથી. સેનિટાઇઝન, ગ્લાસ પાર્ટીશન અને પોસ્ટરો દ્વારા એક જાગૃતિ અભિયાન એ વાઇરસને દૂર રાખવા માટે એક અસરકારક માર્ગ બન્યો છે.
ઝારખંડ
કોરોના વાઇરસનું રિઇન્ફેક્શન એક ગંભીર સમસ્યા બની છે. મહુરી ગામના એક પરપ્રાંતિય કર્મચારીએ કોરોના વાઇરસનું ઇન્ફેક્શન ફરીથી લાગ્યું છે. જે પહેલા હોસ્પિટલમાંથી છૂટા થયા હતા. 14-દિવસની ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ કર્યા પછી, આ કામદારનો ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગામ આગામી 13 દિવસ સુધી લોકડાઉન હેઠળ રહેશે.
પંજાબ
પંજાબ પોલીસના સહાયક સબ ઈન્સ્પેક્ટરનું કોવિડ -19 ને કારણે નિધન થયું છે. તરણ જિલ્લાના સુખદિઅલ સિંહ (55) ની સારવાર અમૃતસરમાં કરાઈ રહી હતી. તરણમાં અત્યાર સુધીમાં 177 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેમાંથી 168 સ્વસ્થ થયા છે.
મધ્યપ્રદેશ
શનિવારે મધ્યપ્રદેશના ભોપાલના કોંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી અને અન્ય 51 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
ઉત્તરાખંડ
કેરળ અને ઓડિશા પછી, ઉત્તરાખંડ એ મહામારી રોગ (સુધારણા) વટહુકમ, 2020 ને માન્યતા આપતો દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે.
માહામારી અધિનિયમ 1897 હેઠળ, જે કોઈ પણ કોરોના વાઇરસ પ્રતિબંધ હેઠળ, ફેસ માસ્ક અને ક્યોરેન્ટાઇન વગેરેના નિયમોનું ઉલ્લંઘન કરશે તેને મહત્તમ છ મહિનાની કેદ અને 5000 રૂપિયા દંડ થશે.
બિહાર
શનિવારે બિહારમાં 87 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 6183 થઈ ગઈ છે.