નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. કેન્દ્ર સરકારે તેની સામે લડાઇ લડવા દરેક પ્રયાસો કર્યા છે. તે સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોનાને લઇને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલ અને બે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ.ડી.દેવગોડા સાથે ફોન પર ખાસ વાતચીત કરી હતી.
તે સાથે જ વડાપ્રધાન મોદીએ અલગ અલગ પક્ષના નેતા સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, નવીન પટનાયક, કે ચંદ્રશેકર રાવ, એમ.કે.સ્ટાલિન અને પ્રકાશ સિંહ બાદલ સાથે ફોન પર કોરોના વાઇરસ સામે લડાઇ લડવા અંગે ચર્ચા કરી હતી.