ETV Bharat / bharat

દેશમાં કોરોનાનો આંકડો 51 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 97,894 નવા કેસ - દેશમાં કોરોનાના નવા કેસ

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 97,894 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે દેશમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને 51 લાખથી વધુ થઈ ગઈ છે. માત્ર 11 દિવસમાં દેશમાં ચેપગ્રસ્ત કેસો 40 લાખથી વધીને 50 લાખ થઈ ગયા છે. પરંતુ, રાહતની વાત એ છે કે આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 40 લાખ 25 હજારથી વધુ લોકો સાજા થયા છે.

કોરોનાનો આંકડો
કોરોનાનો આંકડો
author img

By

Published : Sep 17, 2020, 11:14 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 97,894 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે દેશમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને 51 લાખથી વધુ થઈ ગઈ છે. માત્ર 11 દિવસમાં દેશમાં ચેપગ્રસ્ત કેસો 40 લાખથી વધીને 50 લાખ થઈ ગયા છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,132 લોકોના મોત થયા છે તે સાથે મૃતકોનો આંકડો વધીને 83,198 થઈ ગયો છે. દેશમાં ચેપના કેસ વધીને 51,18,254 થઈ ગયા છે, જેમાંથી 10,09,976 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 40,25,080 લોકો સાજા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.