નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 86,508 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,129 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
ગુરુવારે સવારે મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 86,508 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,129 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે, ભારતમાં કેસની કુલ સંખ્યા 57 લાખ પર પહોંચી ગઈ છે. દેશમાં કુલ કોવિડ કેસ 5,732,519 પર પહોંચી ગયા છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,66,382 છે જ્યારે 46,74,988 દર્દીઓ સાજા થયા છે.તો આ સાથે 91149 લોકોના મોત થયા છે.